એક તરફ આવાસની સ્કીમોની ભરમાર, બીજીબાજુ ૨૮ લાખ મકાનો ખાલી પડ્યા છે.

0
186

ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં મકાનો ખાલી છે, બીજાક્રમે સુરત આવે છે  એકલા ગાંધીનગરમાં ૩૫ હજાર આવાસ ખાલી છે, રસપ્રદ સર્વેક્ષણ

ભારતમાં ૨૦ મિલિયન મકાનોની આવશ્યકતા છે ત્યારે ૧૦.૫ મિલિયન મકાનો ખાલી પડા છે. આ મકાનોમાં હાલ કોઇ વસવાટ નથી. ગુજરાતના આંકડા જોઇએ તો તેની સંખ્યા ૨૮ લાખ થવા જાય છે. સરકાર નબળાં વર્ગેા માટે નાનકડાં મકાનો બનાવી રહી છે ત્યારે મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવેલા આ મકાનોમાં વસવાટ થાય તે પણ જરી છે. અબજો પિયાની આ પ્રોપર્ટી વેચાયા વિનાની પડી રહી છે અથવા તો તેનો કોઇ ઉપયોગ નથી.


ગુજરાતમાં રહેવા લાયક કહી શકાય તેવા મકાનોની સંખ્યા ૧.૮૫ કરોડ છે જે પૈકી ૨૮ લાખ ઘરમાં પરિવારનો વસવાટ નથી. આશ્ચર્યની બાબત એવી છે કે ૧.૨૦ કરોડ મકાનોમાં પરિવારો રહે છે. ગુજરાતમાં દુકાન અને કચેરી હોય તેવી પ્રોપર્ટીની સંખ્યા ૧૪ લાખ છે. એક લાખ જેટલી સ્કૂલોને મકાન છે. ૪૨૦૦૦ હોસ્પિટલ કે દવાખાનાના આવાસ છે. ૧.૯૦ લાખ તો ધાર્મિક સ્થાનો છે.


ગુજરાતની આ સ્થિતિ ચોંકાવનારી છે. ગામડાં કરતાં શહેરોમાં વસવાટ વિનાના મકાનોની સંખ્યા વધુ જોવા મળી છે. કહી શકાય કે રાયમાં અંદાજે ૧૫ ટકા મકાનોમાં વસવાટ કે બિઝનેસ નથી. રાયના સૌથી મોટા શહેર અમદાવાદમાં ૨૨ લાખ આવાસો પૈકી સૌથી વધુ ૩.૫૦ લાખ મકાનો ખાલી છે.


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોટાપાયે મકાનો ખાલી પડા છે તેનું મુખ્ય કારણ ટેકસટાઇલ મિલો પણ છે. ૧૯૯૦ની સાલ બાદ મિલો બધં થતાં માઇગ્રેટ કામદારો શહેર છોડીને નીકળી ગયા હતા. તેમજ કોમી રમખાણો બાદ પણ પૂર્વ વિસ્તારમાંથી મોટા પાયે મકાનો ખાલી કરી દીધા હતા. તેની અસર પ્રોપર્ટીના વેચાણ પર પણ પડી છે. અમદાવાદ પછી સુરત એવું શહેર છે કે યાં ૩.૧૦ લાખ મકાનો ખાલી છે.


ગુજરાતના પાટનગર ગાંધીનગરનું ડેવલપમેન્ટ ફાસ્ટ છે. ઉભરતું શહેર છે છતાં આ શહેરમાં ૩૫,૦૦૦ આવાસોમાં વસવાટ નથી જેમાં સરકારી આવાસોનો પણ સમાવેશ થાય છે. આ આવાસો મ્યુનિસિપલ કોર્પેારેશન વિસ્તાર અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં આવેલા છે, જેમાં તૈયાર થયેલા નવા આવાસોનો પણ સમાવેશ થાય છે.
રસપ્રદ બાબત એવી છે કે ધાર્મિક સ્થળોની સંખ્યા સમગ્ર ગુજરાત પૈકી અમદાવાદમાં સૌથી વધુ છે. અમદાવાદમાં ૧૮૦૦૦ ધાર્મિક સ્થળો આવેલા છે જે પૈકી ૧૦,૦૦૦ તો એકલા અમદાવાદ શહેરમાં છે. રાયના અન્ય વિસ્તારો જેવાં કે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં ૧૧૦૦૦ કરતાં વધુ ધાર્મિક સ્થળો આવેલા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here