બેલેટ પેપરથી ચૂંટણી નહીં થાય તો ૨૦૨૪ની ચૂંટણી અંતિમ રહેશે: દિગ્વિજયસિંહ

0
479

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત ઇવીએમનો મુદ્દો ઉઠાવ્યો
નવીદિલ્હી
કોંગ્રેસના વરિ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પોતાના ટીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ભારતીય રાજકારણ અંગે ચિંતા વ્યકત કરી છે. તેમણે પોતાના ટીટમાં લખ્યું કે, ઈવીએમ ભારતીય લોકતંત્રનો વિનાશ કરી શકે છે. ટેકનોલોજીના માધ્યમથી સાસંદીય ચૂંટણીમાં મોટા પાયા પર ગોલમાલ થઈ રહી છે. જો આપણે બેલેટ પેપર દ્રારા ચૂંટણી કરવાની પદ્ધતિ પર ૨૦૨૪ની ભારતીય રાજકારણમાં અંતિમ વખતની ચૂંટણી યોજાશે.
દિગ્વિજય સિંહે કેરલ કેડવોલરનો એક વીડિયો શેર કર્યેા છે જેમાં તે જણાવી રહી છે કે કેવી રીતે ફેસબૂક દ્રારા કૈંબ્રિજ એનાલિટિકા ચૂંટણીને અસર કરે છે. તેમણે પોતાના એક વીડિયોનો એક નાનકડો અશં ટીટર પર શેર કર્યેા છે, જેને અત્યાર સુધીમાં છ મિલિયનથી વધારે લોકો જોઈ ચૂકયા છે. આ વીડિયોમાં તેઓ ચૂંટણીમાં ટેકનોલોજીના માધ્યમથી કરાયેલી હેરાફેરી પર ચર્ચા કરી રહી છે.
નોંધનીય છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદથી આવીએમ દ્રારા ચૂંટણી કરાવવા માટે અનેક રાજનૈતિક પક્ષો વિરોધ કરી રહ્યા છે. પાર્ટીમાં ચાલી રહેલી ઉથલપાછલ વચ્ચે દિગ્વિજય સિંહે ફરી એક વખત આ મુદ્દાને વેગ આપ્યો છે