અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ યુવતી આવી સામે, કહ્યું કે હું હજું જીવું છું

0
2285

બિહારનાં વૈશાલી જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘરેથી અચાનક ગાયબ થઈ ગયેલી એક યુવતીનું શવ મળ્યા બાદ તેના ઘરનાં લોકોએ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. થોડા દિવસો બાદ તે યુવતીએ પોતાનો જીવતા હોવાનો વિડીયો જાહેર કરી દરેકને અચંબામાં મૂકી દીધા હતા.

વાત જાણે એમ છે કે બિહારનાં વૈશાલી જિલ્લામાં રહેલી મેનકા નામની યુવતી ઘરેથી ગાયબ થતા તેના પિતાએ પોલિસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. યુવતી શોધખોળ કરતા બીજા દિવસે જ એક યુવતીનું શવ પોલિસને હાથ લાગ્યું હતું. ચહેરા પર એસિડ છાંટીને બળાત્કાર અને હત્યાની આશંકા પોલિસને હતી. ત્યારબાદ પોલિસ હત્યારાની શોધખોળમાં લાગી ગઈ. બીજી તરફ યુવતીનું પોસ્ટમોટમ કરી તેનું શવ પરિવારને સોંપી દેવામાં આવ્યું. પરિવારે તેની અંતિમ વિધિ પણ પતાવી દીધી હતી.

આ બધું થયાના 10 દિવસ બાદ યુવતીએ પોતાનો વિડીયો જાહેર કરી પોતાના જીવતા હોવાની ખબર બધાને આપી હતી. વિડીયોમાં મેનકાએ જણાવ્યુ હતુ કે તે પોતાની મરજીથી ઘરેથી ભાગી હતી. કારણ કે તે એક યુવકના પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. તેણે વિડીયો જાહેર કરતા પહેલા પોતાના પરિવારને પણ જાણ કરી હતી કે તે જીવે છે. છતાં પણ તે લોકોએ પોલિસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. તેમજ તેનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here