*પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ ઉપર પડેલ મોટા ખાડાઓ તૂટી ગયેલા રોડ જેને કારણે પ્રજાને પડતી મુશ્કેલી ના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા ગોધરા સામે મોટી સંખ્યામાં બેનરો પોસ્ટરો ઝંડાઓ સાથે સોશિયલ ડિસ્ટન થી વિરોધ પ્રદર્શન કરી નગરપાલિકાની બેદરકારી સામે નગરપાલિકા ચીફ ઓફિસર ને આવેદનપત્ર સુપ્રત કરી સમસ્યાઓના નિરાકરણ માટે ઉગ્ર માંગ કરવામાં આવેલ હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, કોંગ્રેસના નેતા આબિદ શેખ, નગર પાલિકા સભ્ય નસીમબાનું શેખ, પ્રદેશબમંત્રી રફીક તિજોરીવાલા, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો- ઓર્ડીનેટર સાજીદ વલી, રાજેશભાઈ હડીયલ, પ્રિયંકાબેન પરમાર, કમલેશ ચૌહાણ, યુસુફભાઈ શૈખ, સન્નીભાઈ શાહ, ઉમેશ શાહ, સમીર ખાન સહિત નગર પાલિકાના સભ્યો કોંગ્રેસ હોદ્દેદારો કાર્યકરો વગેરે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સોશિયલ ડિસ્ટન્સ રાખી કાર્યક્રમને સફળ બનાવેલ હતો
અહેવલ- ગણપત મકવાણા ,પંચમહાલ