સલામ/ પોતાના પરિવાર કરતા કર્તવ્યને પ્રાધાન્ય આપના વીજકર્મીઓને વંદન

0
699

રોટી, કપડા અને મકાનની જેમ આપણે જીવન જીવવા માટે વીજ પુરવઠો પણ અતિ આવશ્યક છે

આજે ભારતનાં વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસનાં લોકડાઉન બાદ સમગ્ર ભારતમાં લોકડાઉનને ૩,મે,૨૦૨૦ સુધી લંબાવવાના આદેશ આપવામાં આવ્યા છે તથા જે વિસ્તારો કોરોનાથી સંક્રમિત નથી થયા પ્રાથમિક સર્વે કરીને ૨૦,મેથી આંશિક છુટછાટ આપવા માટેની પણ વાત કરવામાં આવી છે.

     સમગ્ર ભારતને પોતાના પ્રકોપમાં જકડનાર કોરોના જેવા ભયાનક વાયરસ સામે ભારત છેલ્લાં ૨૧ દિવસથી ઝઝૂમી રહ્યો છે અને હજુ ૧૮ દિવસ સુધી આ લડાઈ શરુ રહેવાની છે તેવા સંકેત આજે વડાપ્રધાન તરફથી રાજ્ય સરકારોને મળી ચુક્યા છે.

    આ કપરા સમય દરમ્યાન જેઓ પોતાના પરિવારને ભૂલીને પોતાનાં કર્તવ્યને વળગી રહ્યા છે તેવા પોલીસ, મેડીકલ અને મિડીયા સહિતનાં વિભાગોના લોકોની ચારેતરફ પ્રશંસા થઇ રહી છે. પરંતુ હજુ આમાં જે મુખ્ય વિભાગ ખૂટે છે તે છે. આપણા ઘર સુધી વીજ પુરવઠો પૂરો પાડતો વિભાગ.

     ગુજરાતમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા એક ડોક્યુમેન્ટરી તેયાર કરવામાં આવી છે જેમાં રાત-દિવસ પોતાના જીવનું જોખમ કર્યા વિના કાર્યરત રહેતા વીજકર્મીઓ અને અધિકારીઓ કેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનાં પરિવાર કરતા કર્તવ્યને પ્રાધાન્ય આપી રહ્યા છે તે દ્રશ્યમાન થાય છે.

આ વીજકર્મીઓ વિશે શું કહે છે, ગુજરાતનાં મોટીવેશનલ સ્પીકર, સંજય રાવલ, જુઓ વિડીયો