આજે જયંતિ રવિએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
- જયંતિ રવિએ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા
- 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં રીફર કર્યા
કોરોનાની મહામારીને લઈને રાજકોટ મનપાની આરોગ્ય ટીમે શરદી-તાવ-ખાંસી જેવા લક્ષણો ધરાવતા લોકોને 104 નંબર પર કોલ કરીને માહિતી મેળવવા માટે અપીલ કરી છે. ત્યારે 104 હેલ્પલાઈન ટીમ દરરોજ 100થી વધુ ફોન હેન્ડલ કરી રહી છે. શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતો નાગરિક ઘરે બેઠા નિ:શુલ્ક સારવાર મેળવી શકે છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવ જયંતિ રવિએ હોસ્પિટલના કેમ્પસમાં લાંબા સમય સુધી 108 ઉભી રહેતા અધિકારીઓેને ખખડાવ્યા હતા અને અન્ય જરૂરી સૂચનો આપ્યા હતા.
સ્થાનિક ટીમ દર્દી સુધી પહોંચી તેની તપાસ, નિદાન, સારવાર કરે છે
104 હેલ્પલાઈનના ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો.મિલન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર્દી દ્વારા 104 નંબર પર કોલ કરતા અમદાવાદ સ્થિત 104 રિસ્પોન્સ સેન્ટરમાં આ કોલ જરૂરી મદદ પૂરી પાડવા માટે જોડાય છે. ત્યાં રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા કોલ કરનાર દર્દીનું નામ, પુરૂ સરનામું, ફોન નંબર નોંધવામાં આવે છે. આ માહિતી દર્દીના સ્થાનિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીને ફોન કોલ અથવા SMSથી ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી સ્થાનિક ટીમ દર્દી સુધી પહોંચી તેની તપાસ, નિદાન, સારવાર કરે છે. જે દર્દીને હેલ્પલાઈનમાં કરેલા કોલના બે કલાકમાં પ્રાપ્ત થાય છે. ટેસ્ટ કરતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ૫ણ 5 જ મિનિટમાં ખબર પડી જાય છે.

104 હેલ્પલાઇનમાં અત્યાર સુધી 439 જેટલા કોલ આવ્યા છે
104માં અત્યાર સુધી 439 જેટલા કોલ આવ્યા છે
મહત્વનું છે કે હાલ રાજકોટ શહેરમાં 104 હેલ્પલાઇનની 6 વાન કાર્યરત છે. તેમાં ડૉકટર, ફાર્માસીસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ટીમ ઘરે ઘરે જઈ શરીરનું તાપમાન, લોહીમાં ઓકિસજનનું પ્રમાણ, ડાયાબિટીસની તપાસ કરીને સારવાર આપે છે. આ ઉપરાંત ટેલી કાઉન્સિલિંગ માટે 4 ડોક્ટર પણ કાર્યરત છે. 27 ઓગસ્ટથી કાર્યરત થયેલ આ હેલ્પલાઇનમાં અત્યાર સુધી 439 જેટલા કોલ આવ્યા છે, આ નંબર પર જે કોલ આવ્યા છે. તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ 74 લોકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે અને ટેસ્ટિંગ બાદ 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે.