સુપ્રીમ કોર્ટનાં એક જ આદેશથી થયો સીધો જ 500 કરોડનો ફાયદો- અદાણી માટે આવ્યાં રાહતનાં સમાચાર

0
378

હાલમાં કોરોના મહામારીની વચ્ચે પણ ઘણાં આનંદનાં સમાચાર સામે આવતા હોય છે. હજુ એકાદ બે દિવસ પહેલાં જ ગૌતમ અદાણીએ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈમાં કુલ 74% હોસ્સો પોતાનાં નામે કરી લીધો હતો. ત્યારબાદ હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અદાણી ગૃપ માટે એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યા છે. આ વાત ‘રાજસ્થાન પાવર લિમિટેડ’ એટલે કે ARPL ની સાથે સંકળાયેલ છે. મંગળવારનાં રોજ સુપ્રીમ કોર્ટે ‘અદાણી રાજસ્થાન પાવર લિમિટેડ’ એટલે કે ARPLને મોટી રાહત આપતાં ‘રાજસ્થાન વીજ વિતરણ કંપની’ નાં સમુહની અરજીને નામંજૂર કરી દીધી છે, કે જેમાં ARPLને કંપનસેટરી ટેરિફ આપવાની વાત જણાવી હતી.

આની સાથે જ સુપ્રીમ કોર્ટે કુલ 7 વર્ષથી ચાલી રહેલ આ વિવાદનો અંત લાવી દીધો છે. ન્યાયાધીશ અરૂણ મિશ્રા, ન્યાયાધીશ વિનીત શરણ તથા ન્યાયાધીશ M.R.શાહની ખંડપીઠે રાજસ્થાન વીજળી નિયમન પંચ તથા પાવર અપીલ ટ્રિબ્યુનલના એ નિર્ણયને સાચો ઠરાવ્યો છે.

જેમાં ARPL રાજસ્થાન ડિસ્ટ્રિબ્યુશન કંપનીની સાથે થયેલ વીજ ખરીદી કરાર હેઠળ કંપનસેટરી ટેરિફ મેળવવાનાં હકદાર ગણવામાં આવ્યા હતાં.ARPL એ કંપન સેટરી ટેરિફનો દાવો કર્યો હતો તેમજ જણાવતાં કહ્યું હતું, કે વીજળીનાં ઉત્પાદનની માટે કોલસાની ઉપલબ્ધતા ન હોવાંને લીધે એને બહારથી આયાત કરવી પડી હતી.

મળેલ માહિતી પ્રમાણે અદાણી રાજસ્થાન પાવર લિમિટેડ એટલે કે ARPL ને સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણય બાદ અંદાજે કુલ 500 કરોડ રૂપિયાનો લાભ થવાની શક્યતા રહેલી છે.