અનલોક 4 માં ગુજરાત સરકારે બાગ બગીચાઓ, થીયેટર અને દુકાનો ખોલવા અંગે કર્યા મોટા નિર્ણય- વાંચો જલ્દી

0
303

રાજ્ય સરકાર દ્વારા અનલોક 4 ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનદારો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટને સૌથી મોટી રાહત મળી છે, હવે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાશી શકશે. અત્યારે સુધી હોટલ અને રેસ્ટોરન્ટને રાત્રે 10 વાગ્યા સુધીની જ પરવાનગી આપી હતી.

હોટલ અને રેસ્ટોરન્ટની સાથે-સાથે દુકાનદારો માટે પણ સારા સમાચાર આવ્યા છે, હવેથી દુકાનો કોઇપણ સમયની પાબંદી વિના જ ખુલ્લી રાખવામાં આવશે. હાલના સમયમાં દુકાનો માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ હવે એ સમયમાં વધારો થઇ શકે છે.

સાથે-સાથે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેઝ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. અને ઓનલાઈન લર્નિગ અને ડિસ્ટન્સ ચાલુ રાખવામાં આવશે. સાથે-સાથે સ્કૂલ-કોલેજો આવનારી 30મી સપ્ટેમ્બર સુધી બંધ, લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓને પણ કોઈ પાબંધી રાખવામાં આવશે નહીં. 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરી ખોલવામાં આવશે, એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે. સિનેમાગૃહો અને મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ, ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે.

કોરોના વચ્ચે લગ્ન કરનારા માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. લગ્ન સમારોહમાં 50ની વ્યક્તિની જ છૂટ 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા બીજા સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપશે. પરંતુ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રાખવામાં આવશે.

21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે દરેક વાલીઓની લેખેતિપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here