પંચમહાલ જીલ્લા ના શહેરા તાલુકાના ૨૨ ક્લસ્ટરના ૧૨ IED SS અને સ્પેશિયલ એજ્યુકેટરને બી.આર.સી. શહેરાના હસ્તે ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા…

0
286

શહેરા તાલુકાની ૩૦૭ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૨ ક્લસ્ટરના ૧૨ IED SS અને સ્પેશિયલ એજ્યુકેટરને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. આ ટેબ્લેટનો ઉપયોગ કેવી રીતે કરવો, તેના હેતુ અને પરિણામ શું છે વગેરે બાબતે બી.આર.સી.શહેરા ડો. કલ્પેશ પરમાર દ્વારા તમામને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ટેબલેટના માધ્યમથી વર્તમાન સમયે શિક્ષણમાં માટે કઈ એપ્લિકેશન ઉપયોગી તે સંદર્ભે વિગતે જોતાં ટેબ્લેટમાં ક્લેપડ, વર્ક પ્લેસ, વર્કચેટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને QR કોડ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી તાલુકાના શિક્ષણને જીવંત બનાવવા માટે ૮૧૫ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ કલાસના માધ્યમથી રિસોર્સ રૂમ કક્ષાએથી શિક્ષણ આપવાનું આયોજન છે. પ્રથમ IED SS અને સ્પેશિયલ એજયુકેટરને બ્લોક કક્ષાએ તાલીમ આપી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેઓ દ્વારા ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ બાળકોને શીખવવાનું ચાલુ કરશે. તમામને આ કાર્યક્રમમાં બી.આર.સી.કોર્ડીનેટર, શહેરા ડો.કલ્પેશ પરમાર દ્વારા વર્તમાન સમયમાં ગૂગલ સ્પ્રેડ શીટ, વર્ક પ્લેસ અને વર્ક ચેટ તેમજ ક્યુ.આર.કોડના માધ્યમથી દરેક રિસોર્સ રૂમમાં ડિજિટલ કામગીરી કરી શકાશે. તથા ટેબલેટના માધ્યમથી બાળકોનું સર્વે, તેમની દિવ્યાંગતાની વિગતો જેમાં બેન્ક એકાઉન્ટ નંબર, દિવ્યાંગતાનું સર્ટી, તેમને મળવા પાત્ર લાભ, સાધન સહાય, એસ્કોર્ટ, ટ્રાન્સપોર્ટ અને શિષ્યવૃત્તિ વગેરે કામગીરીમાં ટેબ્લેટનો ઉપયોગ કરાશે વગેરે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.સી.કોર્ડીનેટર ખોજલવાસા જયપાલસિંહ બારીઆએ ગૂગલ સ્પ્રેડથી કેવી રીતે ઓછા સમયમાં ઝડપથી માહિતી મેળવી શકાય તે બાબતે તમામને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. આગામી દિવસોમાં સરકારના માર્ગદર્શન મુજબ આગળ કામગીરી હાથ ધરવામાં આવશે..

અહેવાલ :- ગણપત મકવાણા, પંચમહાલ