ઉનામાં કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર:જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશ જારી

0
230

ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.
ઉનામાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ઉના શહેરી વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટ, દડુકેશ્વર ખાણમાં વિસ્તારમાં આવેલ કાળુભાઇ વશરામભાઇ વાડીયાના ઘરથી છગનભાઇ મધુભાઇ બાંભણીયાના ઘર સુધી કુલ ૧૦ ઘરો, ક્રિષ્ના પાર્ટી પ્લોટ સામે, પટેલ સોસાયટીમા આવેલ રશ્મિકાંત અમૃતલાલ વ્યાસના ઘરથી લાલજીભાઇ પાલાભાઇ વાજાનાઘર સુધી કુલ ૯ ઘરો, ઋષિતોયા સોસાયટીમાં આવેલ ધીરૂભાઇ જેરામભાઇ મોડાસીયાના ઘરથી ઇશ્વરભાઇ જેઠાનંદ મોટાવાણીના ઘર સુધી કુલ ૧૦ ઘરો, સાજણનગરમાં આવેલ યોગેશ ગુણવંતભાઇ ચાંપાનેરીના ઘરથી કાળુભાઇ લશ્મણભાઇ દમણીયાના ઘર સુધી કુલ ૧૦ ઘરો, અર્જુનનગરમાં આવેલ સંજયભાઇ મગનભાઇ ચૈાહાણના ઘરથી મહેન્દ્રભાઇ ભીખાભાઇ ચૈાહાણના ઘર સુધી કુલ ૧૪ ધરો અને તુલશીધામ સોસાયટીમા આવેલ મુકેશભાઇ હિરાલાલ વડાલીયાના ઘરથી વિપુલભાઇ વ્રજલાલ જોશીના ધર સુધી કુલ ૧૦ ઘરો સહિતના વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. કોવીડ-૧૯ કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. આ હુકમ તાત્કાલીક અસરથી તા.૧૪-૦૯-૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
આ વિસ્ર્તારમા રાશન વિગેરે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવાનો સમય સવારના ૦૭:૦૦ થી સાંજના ૦૭:૦૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સહિતા કલમ-૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અહેવાલ – હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here