ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ
ગીર-સોમનાથ તા. -૦૧, ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૬૨૩.૫૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.
ઉના તાલુકાના ગુંદાળા, કોઠારી, સુત્રાપાડા તાલુકાના કદવાર, વેરાવળ તાલુકાના ભાલપરા, બીજ, સીડોકર, આંબલીયાળા, ગીરગઢડા તાલુકાના ખીલાવડ અને કોડીનાર તાલુકાના ફાચરીયા અને કદવાર ગામને પાણી પુરૂ પાડવામાં આવશે. તેમજ ૫૫૮૫ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પ્રજાપતિ, આરોગ્ય વિભાગના ડો.નિમાવત, વાસ્મો યુનિટ મેનેજરશ્રી વી.એન.મેવાડા, પા.પૂ. કાર્યપાલક ઇજનેરશ્રી એન.એચ.રાઠોડ, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા, ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા, સોશ્યલ મેનેજર રામભાઇ ખાંભલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ