લોકપ્રશ્ર્ને 24X7 ‘એક્ટિવ’ રહેતાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને ખેડૂતપુત્ર મનોજ રાઠોડનો આજે જન્મદિવસ

0
299

લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન રાઠોડની ‘માઈલસ્ટોન’ સમાન અનેક કામગીરી: લોકો સાથે, લોકો માટે સમર્પિત મનોજ રાઠોડને શુભેચ્છાનો વરસાદ

રાજકોટ કોંગ્રેસના અદના કાર્યકર, ખેડૂત તેમજ લોકાભિમુખ રહેવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જાણીતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મનોજ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેમણે અત્યાર સુધી કોંગ્રેસમાં અનેક જવાબદારીઓ શોભાવી પક્ષ તેમજ લોકો માટે અનેક ‘માઈલસ્ટોન’ સમી કામગીરી કરી લોકોમાં અનેરી નામના હાંસલ કરેલી છે. આજે તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છકો દ્વારા ‘મીમી’ નહીં બલ્કે ‘ઈંચ’માં શુભેચ્છાનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતાં મનોજ રાઠોડે અત્યાર સુધીમાં પક્ષ પાસે સામે ચાલીને હોદ્દો મેળવવા માટેની મહેચ્છા રાખી નથી પરંતુ પક્ષ દ્વારા જ તેમની કામગીરીને ધ્યાને લઈને એક નહીં બલ્કે અનેક જવાબદારી અને હોદ્દાઓ આપવામાં આવ્યા છે. રાઠોડે પણ પક્ષ દ્વારા મુકાયેલા વિશ્વાસને ખંતપૂર્વક સાર્થક કરી બતાવ્યો છે. 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ હરિપર (પાળ)-લોધીકાના રહેવાસી મનોજ રાઠોડ માત્ર પોતાના જ નહીં પરંતુ શહેરના કોઈ પણ વિસ્તારમાં લોકપ્રશ્ર્ન હોય એટલે તેના ઉકેલ માટે પૂરા ખંતથી કામ કરી નેતાની જે વાસ્તવિક જવાબદારી હોય છે તે નીભાવી છે. તેમની રાજકીય કારીકિર્દી પર નજર કરવામાં આવે તો તેઓ છેલ્લા 25 વર્ષથી ગ્રામ્ય ધારાસભા વિસ્તાર લોધીકા, કોટડા સાંગાણી સહિતના તાલુકા વિસ્તારમાં કાર્યરત છે. આ ઉપરાંત તેઓ રાજ્યના લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સૌથી નાની વયે નિમણૂક પામ્યાનો પણ રેકોર્ડ ધરાવે છે. દરમિયાન તેઓ લોધીકા તા.પં.માં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે પણ સફળતાપૂર્વક કામગીરી કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મહિલા શિક્ષણ શિબિર, સમાજ શિક્ષણ શિબિર, આરોગ્ય કેમ્પ, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ સહતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી-કરાવી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રીની સાથે સાથે વેપારીઓની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકેની જવાબદારી પણ સંભાળી ચુક્યા છે. તેઓએ જ સભ્ય તરીકે વેપારીઓના પ્રશ્ને આગળ આવી લડત ચલાવી હતી તો ચેમ્બર ઓફ કોમર્સમાં ચૂંટણીના સિલસીલાને શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જે આજે પણ વેપારીઓના માનસમાં છે. મનોજ રાઠોડે લોકસભા હોય કે વિધાનસભા હોય દરેક ચૂંટણીમાં પક્ષ માટે માથું મુકીને કામ કરી બતાવ્યું છે અને તેનું સફળતાપૂર્વકનું પરિણામ પણ લાવીને આપ્યું છે. તેઓએ ગુજરાતના લગભગ દરેક જિલ્લા-તાલુકામાં પક્ષ દ્વારા સોપાયેલી નિરીક્ષક સહિતની જવાબદારીનું કાબીલેદાદ રીતે વહન કર્યું છે. તેમની આ કામગીરીની કદર કરીને કોંગ્રેસ દ્વારા તેમને અનેક મહત્ત્વની જવાબદારી પણ સોંપવામાં આવે છે. ખાસ કરીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીની મધ્ય ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા મત વિસ્તારના ઈન્ચાર્જ તરીકે કામગીરી કરી હતી જેની હાઈકમાન્ડે પણ નોંધ લીધી હતી. જયારે નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા દેશના જે ચુનંદા 200 નેતા-કાર્યકરોની પસંદગી કરવામાં આવી હતી તેમાં સમાવિષ્ટ મનોજ રાઠોડે મહારાષ્ટ્રના જલગાંવમાં નોંધપાત્ર કામગીરીને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી. જીવનની આગામી સફર દરમિયાન પણ તેઓ પક્ષની સાથે સાથે લોકોપયોગી કામગીરી કરવા માટે અત્યંત તત્પર છે અને તેમને જે જવાબદારી મળે તેને બખૂબી નીભાવી સંતોષપૂર્વક કામગીરી કરવાની ખેવના ધરાવે છે. તેમના બહોળા મિત્રવર્તુળ દ્વારા તેમના મો.નં. 98242 51663 ઉપર શુભેચ્છા આપવામાં આવી રહી છે.