ગોંડલનું અનિડા ભાલોડી ગામ 5 દિવસના સ્વયંભૂ લોકડાઉનમાં જોડાયું

0
317

ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામ ના સરપંચ સામતભાઈ બાંમ્ભવા એ જણાવ્યું હતું તે અનિડા માં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના ગામ માં વિકરાળ ન બને તે માટે ગ્રામપંચાયત દ્વારા પાંચ દિવસ નું લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના પહેલા દિવસે ગ્રામજનોનો બહોળો સાથ સહકાર મળ્યો છે ગામની બજાર નાની મોટી દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી અને લોકો સ્વૈચ્છિક તેમના ઘરમાં જ રહ્યા હતા. શ્રમિકોએ પણ અવાર જવર કરી ન હતી. આવીજરીતે અનિડામાં પાંચ દિવસ લોકડાઉન રહેનાર છે.