વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બોલાવેલી કેબિનેટની બેઠકમાં ઘણાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રિય કેબિનેટની આ બેઠકમાં કર્મયોગી યોજનાને સરકારે મંજૂરી આપી દીધી છે. તેમજ જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ લાવવાને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટની મિટીંગ પછી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે મિડીયાને જણાવ્યુ હતુ કે સંસદમાં જમ્મુ-કાશ્મીર આધિકારીક ભાષા બિલ 2020 ને લાવવાનાં પ્રસ્તાવની મંજૂરી સરકારે આપી છે. તેમાં ઉર્દુ, કાશ્મીરી, ડોગરા, હિન્દી અને અંગ્રેજીને રાજ્યની આધિકારીક ભાષા ગણવામાં આવશે. આ નિર્ણય જનતાની માંગને આધારે લેવાયો છે.
તેમણે આગળ જણાવ્યુ હતુ કે કેબિનેટે મિશન કર્મયોગીને પણ મંજૂરી આપી છે. લોક સેવકો માટે બનાવાયેલો આ રાષ્ટ્રિય કાર્યક્રમ ઘણો મહત્વનો છે. લોક સેવકોની ભરતી પછી તેમાં રિફોર્મ લાવવાની સરકારની મોટી યોજના છે.