રશિયામાં SCO ની બેઠકમાં રાજનાથ સિેહે ચીની રક્ષા મંત્રી સાથે મુલાકાત કરવા કર્યો ઈન્કાર

0
114

રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થઈ ગયા છે. આ બેઠક એવા સમયે થવા જઈ રહીં છે જ્યારે સંગઠનના બે મોટા સદસ્ય ભારત અને ચીન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે.

સૂત્રો અનુસાર 4 સપ્ટેમ્બરે યોજાનારી SCO ના રક્ષા મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત રાજનાથ સિંહ રશિયાના સર્ગેઈ શોઈગૂ અને અન્ય સૈન્ય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વધારવા અંગે મંત્રણા કરશે. પરંતુ ભારત-ચીનના વિવાદને કારણે તેઓએ ચીનના રક્ષામંત્રી સાથે મુલાકાતની મનાઈ ફરમાવી હતી.

આ બેઠકમાં ચીનનાં રક્ષામંત્રી જનરલ વેઈ ફેઘે અને પાકિસ્તાનના રક્ષા મંત્રી પરવેઝ ખટક ભાગ લઈ રહ્યા છે. જૂન પછીની રાજનાથ સિંહ આ બીજી વખત મોસ્કો જઈ રહ્યા છે. પહેલા 24 જૂને મોસ્કોમાં વિજય દિવસની પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તેઓ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here