કોંગ્રેસ બાદ TMC એ પણ માર્ક ઝુકરબર્ગ પર લગાવ્યો પક્ષપાતનો આરોપ, લખી ચિઠ્ઠી

0
116

ફેસબુસ હેઈટ સ્પીચનો વિવાદ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ પછી હવે બંગાળની તૃણમૂલ કોંગ્રેસે (TMC) ફેસબુકના ચેરમેન માર્ક ઝુકરબર્ગને ચિઠ્ઠી લખી છે. TMC નો આરોપ છે કે ફેસબુક ભાજપનાં પક્ષે કામ કરી રહ્યુ છે. TMC તરફથી 28 ઓગસ્ટના રોજ આ ચિઠ્ઠી લખવામાં આવી હતી.

વાત જાણે એમ છે કે થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય મિડીયાના અમુક અહેવાલોમાં જણાવવામાં આવ્યુ હતુ કે ફેસબુક ઈન્ડિયાનાં પોલિસી મેકર અંખી દાસે ઘણી બધી બાબતોમાં ભારતીય જનતા પાર્ટીને છૂટ આપી છે. હેઈટ સ્પીચને લઈને ભાજપી નેતાઓ પર કોઈ એક્શન લેવામાં આવી રહી નથી. જેના કારણે જ કોંગ્રેસે માર્ક ઝુકરબર્ગને ચિઠ્ઠીમાં ભાજપનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here