ભારતમાં પબ્જી સહિત 119 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ, સરકારે કહ્યું- તેનાથી દેશની સુરક્ષાને જોખમ

0
243

ચીન સાથેના સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે પબ્જી સહિત 119 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશની સુરક્ષાને ખતરો હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી પણ ભારત સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં PUBGના એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે. આ ગેમને 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.

આ પહેલા ચીનની 106 એપ બેન કરાઈ હતી
સરકારે પહેલા TikTok સહિત ચીનની 59 એપ બેન કરી હતી. ત્યાર પછી ચીનની 47 વધુ એપ બેન કરી હતી. IT મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે PUBG ઉપરાંત Baidu, APUS લોન્ચર પ્રો જેવી ચીનની એપ પર બેન મૂકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here