તજેતર મા જસદણ વિસ્તાર મા જે સતત બે ત્રણ દીવસ થી ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે આમ તો આસપાસ ના ધણા બધા રસ્તાઓ નબળા પૂલો ને ગ્રામણીય લેવલ ના કાચા માર્ગો ને ઓછા વધૂ નૂકસાન થવા પામેલ છે ત્યારે જસદણ તાલૂકા ના જસાપર થી જીવાપર ના માર્ગ મા આવતા પૂલ ની અતી ખરાબ હાલત થતા આસપાસ ના લોકે ગભીર પરીસ્થીતી મૂકાઈ ગયા છે કે જે મા મોટાભાગ ના ખેડૂતો ને પોતાની વાડી એ જવાનો આ એક માત્ર રસ્તો હોય અને આજૂબાજૂ ના ગામ ના તમામ લોકો ની માગણી ઉઠવા પામી છે કે સરકાર આ પૂલ નૂ કામ તાત્કાલીક કરાવી આપે જેથી લઈ ને આસપાસ ના લગભગ 100 જેટલા ખેડૂતો પોતાની આજીવીકા સમાન ખેતી સાધના કરી ને આ કારમી મંદી ને મોધવારી મા પોતાના પરીવાર નૂ જતન કરી સકે આ બાબતે જસાપર સરપંચ મનસૂખભાઈ ડામચીયા એ પણ લોક માગ અંગે જાતે મૂલાકાત લઈ ને લોક માગણી ને અતી જરૂરી ગણાવી સરકાર ની પાસે અપેક્ષા સેવે છે કે સરકાર પાસે જો આ કામે ગ્રાંટ ના હોય તો પણ આપત્તી ફંડ માથી કરાવી આપે તે ખૂબજ જરૂરી છે બને છે