ગીર સોમનાથ જિલ્લાનાં ૧૦ ગામોનાં ૬૫૬૪૨ લોકો માટે રૂા. ૬૨૩ લાખનાં ખર્ચે જળવિતરણ વ્યવસ્થાનાં કામો મંજુર

0
140

૧૦ ગામોમાં જળવિતરણ વ્યવસ્થાનાં કામ સંપન્ન થતાં ૫૫૮૫ નળજોડાણ થશે ઉપલબ્ધ

ભાલપરા ગામે ૫૨.૫૩ લાખનાં લોકફાળા સાથે રૂા.૫૨૫ લાખનાં ખર્ચે પીવાનાં પાણીની આંતરીક વિતરણ વ્યવસ્થાને કરાશે આધુનિક
ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂર્ણ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા ઘરે-ઘરે નળ જોડાણ થકી પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવી “નલ સે જલ” વ્યવસ્થા ઊભી કરવા ગીર સોમનાથ જિલલ જળ અને સ્વચ્છતા એકમ દ્વારા તબક્કાવાર કામગીરીને ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા સમાહર્તા શ્રી અજયપ્રકાશનાં માર્ગદર્શનમાં વાસ્મો દ્વારા ગ્રામ્યસ્તરે પાણી સમિતિની રચના કરવી, પાણી વિતરણ અને સ્વચ્છતાના વ્યવસ્થાપનમાં દરેક સમુદાય અને સ્ત્રીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી, લોકજાગૃતિ કેળવવી, પાણી અને સ્વચ્છતા માટે ઇજનેરી પદ્ધતિઓ વિકસાવવીસહિત કાર્યક્રમોહાથ ધરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનાં ઊના, કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળ તાલુકા સાગર તટે વસેલા હોય અહીંનાં દરીયાકાંઠાનાં ગામોમાં ભુતળનાં પાણી ક્ષારયુક્ત હોવાથી લોકોની મીઠા પાણીની આવશ્યકતાઓને પરીપુર્ણ કરવા સાથે પ્રત્યેક ઘરે “નળથી જળ” પહોંચે તે દિશામાં રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ગીર સોમનાથ જિલ્લાનાં ગામડાઓમાં વસતા લોકોની સ્થાનિક માંગ અને જરૂરિયાતને આધારિત યોજના થકી પાણી પુરૂ પાડવા સાથે લોકભાગીદારીના અભિગમથી યોજનાના આપણાંપણાની ભાવના જાગૃત થાય છે અને તેનું સંચાલન સંપૂર્ણ આત્મનિર્ભર અને વિકેન્દ્રિત ધોરણે થાય છે. ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ (પાણી સમિતિ) દ્વારા જેમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઝેશન (વાસમો) માર્ગદર્શન આપવાનું કામ કરે છે.


ઓગ્મેન્ટેશન ઇન ટેપ કનેકટીવીટીઈન રૂરલ એરીયા જનરલ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનાં ૬ તાલુકામાં ૬ શહેરો તથા ૩૪૧ ગામો અને ૩૯ નેસ વિસ્તારનો સમાવેશ થાય છે. જિલ્લાની કુલ વસ્તી વર્ષ ૨૦૧૧ની જનગણનાં આંક મુજબ ૧૨.૧૦ લાખની છે. હાલમાં ૧૪.૧૩ લાખની જનસંખ્યા છે. જિલ્લાનાં ૩૪૧ ગામો પૈકી ૧૦૦ ટકા નળ વાટે જળ મેળવતા ગામોની સંખ્યા ૨૨૩ છે. જિલ્લાનાં છ તાલુકામાં૩૪૧ ગામો અને તેમાં ૭ પરા વિસ્તાર મળીને તેમાં ૧૮૧૬૧૮ ઘરો આવેલા છે. જેમાં ૧૫૧૩૮૫ નળ કનેકશન આવેલા છે. બાકીનાં ૩૦૨૩૩ નળ કનેકશન આપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૨૨૩ ગામોની જળવિતરણ વ્યવસ્થાનાં આધુનિકીકરણ પાછળ રૂા.૩૧૫૬ લાખનો ખર્ચ કરી ગ્રામિણ સ્તરે મીઠાપેય જળનું નળ દ્વારા વિતરણ સંપન્ન કરવામાં આવ્યુ છે.
જિલ્લા સમાહર્તાશ્રી અજયપ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા જળ અને સ્વચ્છતા અમલીકરણ સમિતીની બેઠકમાં અગાઉ મંજુર થયેલ આઠ ગામોની ભેાતિક અને નાણાંકીય પ્રગતિ બાબતે ચર્ચા સમિક્ષા કરી વહીવટી મંજુર આપવામાં આવી હતી. વેરાવળ તાલુકાનું મોટુ ગણી શકાય તેવુ ૩૪૦૮૦ની જનસંખ્યા ધરાવતું ભાલપરા ગામ છે. આ ગામની પાણી વિતરણ વ્યવસ્થાને આધનિક બનાવવા અને ગામની હયાત સવલતમાં પાણી વિતરણ માટે લોકફાળાની ભરપાઇ થયે ૫૨૫.૨૮ લાખનાં ખર્ચે વિવિધ પહોળાઇ ઘરાવતી પીવીસી પાઇપ લાઇન બિછાવવાની કામગીરી, ૬ લાખ લીટરની ૧૨ મિટર ઊંચી ટાંકી, ૧૨ લાખ લીટરની ઊંચી ટાંકી, ૧૪ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ગ્રાઉન્ડ સ્ટોરેજ, ૧૯ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ગ્રાઉન્ડ સ્ટોરેજ ,હાઉસ કનેકશન, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, વીજજોડાણ, સહિતની વ્યવસ્થાઓનું આધુનિકીકરણ હાથ ધરવાનો સમાવેશ થાય છે.
ભાલપરા ગામની સાથે-સાથે કોડીનારનું પણાંદર અને ફાચરીયા, સુત્રાપાડા તાલુકાનું કદવાર, વેરાવળનું બીજ, સીડોકર, આંબલીયાળા, ગીર ગઢડાનું ખીલાવડ, ઉના તાલુકાનું ગુંદાળા, કોઠારી ગામોએ “નલ સે જલ“ કાર્યક્રમ અંતર્ગત પીવાનાં પાણીની આંતરીક વિતરણવ્યવસ્થા માટે પાણી પુરવઠા અને ગ્રામ સમિતી દ્વારા આગામી દિવસોમાં લોકફાળો જમા થયે કામગીરી માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરી કામ પુર્ણ કરવામાં આવશે.
રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમના ધારાધોરણ પ્રમાણે આંતરિક પેયજળ વ્યવસ્થાપનની યોજનાની કુલ કિંમતના ૧૦ ટકા જેટલી રકમ પાણી સમિતિ દ્વારા ગામ લોકો પાસેથી એકઠી કરીને યોજનાના અમલીકરણ હેતુ ઉપયોગ કરવાની રહે છે. આ બાબતે સહમત થતા તમામ ગામો આ યોજનાનો લાભ લઇ શકે છે. જળ એ જ જીવન’ આ સૂત્ર વાસ્તવિક જીવનમાં પાણી બચાવાની નેમ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ સાથે પાણી બચાવવું જોઈએ તેવી શીખ આપે છે.
કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ નલ સે જલ કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ ગામોના પ્રત્યેક ઘરમાં ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા, યોજનાવાર માઈક્રો પ્લાનીંગ કરીને જે તે કામગીરી સમયમર્યાદમાં પુર્ણ થાય અને લાભાર્થી પરિવારોને પીવાના પાણીની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય તે જોવા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે અમલીકરણ અધિકારીઓને ખાસ સુચના આપી હતી.

અહેવાલ- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here