જામનગર જિલ્લાના ધ્રોલના જાયવા નજીક કાર પલ્ટી મારી જતા એક જ પરિવારના 3ના મોત, 2ની હાલત ગંભીર

0
187

ધ્રોલ રાજકોટ હાઇવે રોડ પર જાયવા ગામ પાસે માતાજીનાં દર્શનાર્થે જતાં પટેલ પરીવારનાં કૌટુંબિક ભાઇઓની કાર અચાનક ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. જયારે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઇજાઓ પામતા હોસ્પીટલે સારવારાર્થે ખસેડાયા હતાં. ગમખ્વાર અકસ્માતથી પટેલ પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા થયો અકસ્માત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ધોરાજી પાસેનાં પીપળીયા ગામનાં હાલ રાજકોટ ખાતે રહેતા અને ફેબ્રીકેશનનો વ્યવસાય કરતાં પટેલ પરિવારનાં બે કૌટુંબિક ભાઇઓ જીજે ૩ કેસી ૭૬૬૬ નંબરની નેકસા કાર લઇ ધ્રોલનાં સોયલ ગામે આવેલા ટાટા તેમનાં કુળદેવી વેરાઇ ભવાની માતાજીએ દર્શનાર્થે જતાં હતાં. એ સમય દરમ્યાન સાંજનાં સાડા ચારેક વાગ્યાનાં સુમારે રાજકોટ તરફથી આવીને સોયલ તરફ જતાં હતાં તે સમયે ધ્રોલથી છ કિલોમીટર દૂર જાયવા ગામ પાસેથી પસાર થતાં હતાં તે સમયે કાર ચાલકે અચાનક કાર પરથી તેનો કાબુ ગુમાવતા કાર હાઇવેની સાઇડમાં ઉતરી ગઇ અને ખાડામાં ખાબકી હતી. આથી કારનો બુકડો બોલી ગયો હતો.

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
આ અકસ્માતમાં કાર હાઇવે રોડ પર આવેલ ગાર્ડ પોસ્ટ અને માઇલ સ્ટોનને ઉખાડી નાંખી ખાડામાં ઉતરી ગઇ હતી. જયારે કારનો બુકડો બોલી ગયો હતો. માતાજીનાં દર્શને જતાં પટેલ પરિવારનો માળો ખંડીત થયો હતો.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
ઘટનાની વિગત અનુસાર રાજકોટનો પટેલ પરિવાર સોયલ ગામ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ઢોર વચ્ચે આવતા GJ03-KC-7666ની કાર પલ્ટી મારી ગઈ હતી. જેથી કાર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોના નામ -કમલેશ બાબુભાઈ દસસાણીયા, પરીબેન કમલેશભાઈ દલસાણીયા, ચેતનાબેન ઈતેશભાઈ દલસાણીયા

અહેવાલ- સાગર સંઘાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here