અંબાજી ખાતે ‘માં અંબા’ ના દર્શન કરી ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

0
189

ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલે આજરોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શન કરીને તેમના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. અંબાજી ખાતે ભાજપાના અગ્રણી ઓ અને સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદાર ઓ, કાર્યકર્તાઓ દ્વારા તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું તેમજ ઢોલ નગારા વગાડી, પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક નૃત્યો સાથે તેમના અંબાજી ખાતેના આગમનને વધાવી લેવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી  ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી  કે.સી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ  ગોરધનભાઇ ઝડફિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી  હરિભાઈ ચૌધરી, સાંસદ  પરબતભાઇ પટેલ, પૂર્વ મંત્રી  શંકરભાઇ ચૌધરી, પ્રદેશ પ્રવક્તા  ભરત પંડ્યા, પ્રદેશ મંત્રી  પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિતના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here