લદાખમાં તણાવ વચ્ચે ભારતે પૂર્વના રાજ્યમાં સૈનિકોની તૈનાતી વધારી

0
98
  • અણાચલ સહિતના વિસ્તારમાં સેનાની અવરજવર વધી


જૂનમાં પૂર્વ લદાખમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપ બાદ ભારતે પૂર્વેાત્તર રાયોમાં એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. લદાખમાં જૂનમાં થયેલી હિંસક અથડામણ એશિયાના બે દિગ્ગજ દેશો વચ્ચે નજીકના દાયકામાં થયેલી સૌથી ખરાબ અથડામણ હતી અને ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. આ જ કારણથી ભારત એલએસી પર સતત સૈન્ય શકિત વધી રહ્યું છે. ચીની સૈનિકોએ ૨૯–૩૦ ઓગસ્ટ દરમિયાન રાત્રે અને ૩૧ ઓગસ્ટે પણ પેંગોગ સો વિસ્તારમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યેા હતો પરંતુ ભારતીય સૈનિકોએ તેમને ખદેડી દીધા હતા.


અણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ભારતીય સૈનિકોની હલચલ તણાવ વધ્યો હોવાનો સંકેત આપી રહી છે પરંતુ સરકારની સાથે સાથે સૈન્ય અધિકારીઓએ પણ તેનો ઈનકાર કર્યેા છે. અંજાવના ચીફ સિવિલ સર્વન્ટ આયુષી સુડાને કહ્યું છે કે સૈન્યની હાજરી ચોક્કસથી વધી છે પરંતુ યાં સુધી ચીનની વાત છે તો આ પ્રકારના કોઈ પણ રિપોર્ટ નથી. અહીં ભારતીય સૈન્યની ઘણી બટાલિયન તૈનાત છે.
તેમણે જણાવ્યું હતું કે ગલવાનની ઘટના પછી સૈન્યની તૈનાતી વધી છે પરંતુ તે પહેલાથી જ સૈનિકોની સંખ્યામાં વધારો કરવાની પ્રક્રિયા શ થઈ ગઈ હતી. નોંધનીય છે કે અણાચલ પ્રદેશ ૧૯૬૨મા ભારત–ચીન વચ્ચે થયેલા યુદ્ધના કેન્દ્રમાં રહ્યું હતું. હવે સુરક્ષા વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ફરીથી આ બંને દેશો વચ્ચેના તણાવનું કેન્દ્ર બની શકે છે.


જોકે, ભારતીય સૈન્યના પ્રવકતા લેટનન્ટ કર્નલ હર્ષ વર્ધન પાંડેએ કહ્યું છે કે ચિંતાની કોઈ વાત નથી. વિસ્તારમાં જવાનોનું આવવું નિયમિત રોટેશનનો ભાગ છે. પાંડેએ જણાવ્યું છે કે હકીકતમાં આ યુનિટસમાં થઈ રહેલો ફેરફાર છે. આ હંમેશા થાય છે અને તેમાં કોઈ નવી વાત નછી. જો હાલની વાત કરવામાં આવે તો આ મોરચા પર ચિંતાની કોઈ વાત નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here