તમે જોયો છે ક્યારેક વાઘ જેવો દેખાતો કુતરો ?

0
322

વાઘ જેવો રંગ અને શરીર પર પટ્ટા ધરાવતા કુતરાની તસવીરો હમણાંથી સોશિયલ મિડીયામાં ખુબ વાઈરલ થઈ રહી છે. તસવીરો જોતા પહેલી નજરે કોઈપણ વ્યક્તિ ગોટાળે ચડી જાય કે આ વાઘ છે કે કુતરુ. તસવીરો વાઈરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાણીઓના હિતો માટે કામ કરનારી સંસ્થાઓ પણ આ કામ કરનારાને સજા આપવાની માંગ કરી રહી છે.

વાઘ જેવો રંગ કરાયેલા આ કુતરાની તસવીર મલેશિયાની હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના વિશે લોકોને જાણકારી આપવા માટે મલેશિયા એનિમલ એસ્કોલેશને પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ કુતરાની તસવીરો પોસ્ટ કરી હતી. તેમજ લોકોને વિનંતિ કરી હતી કે આ હિન કૃત્ય સાથે જોડાયેલી કોઈપણ જાણકારી મળે તો જાણ કરે.

તસવીરોમાં કુતરાને નારંગી રંગે રંગીને શરીર પર કાળા પટ્ટાઓ કરવામાં આવ્યા છે. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 6000 કોમેન્ટ આવી છે અને 3000 વાર શેર કરાઈ છે. આ ઘટનાએ પ્રાણીઓના હિત માટે કામ કરતા લોકો તેમજ પ્રાણી પ્રમીઓને પણ ચિંતામાં મૂક્યા છે. કારણ કે રંગના લીધે કુતરાની ચામડીને તો નુકસાન થઈ જ રહ્યુ છે, સાથે પોતાના શરીરને ચાટવાનાં લીધે ખતરનાક રસાયણો પણ તેને નુકસાન કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here