રાજકોટમાં ૭૦ માળની ઇમારતમાં ૫.૪ એફએસઆઇ મળશે

0
180

ગુજરાતના ચાર મેટ્રો સિટી તેમજ ગાંધીનગરમાં ૭૦ માળ સુધીની ઇમારત બનાવવાની જાહેરાત પછી ગુજરાત સરકારે આ બિલ્ડીંગ માટે સૌથી વધુ ૫.૪ ની એફએસઆઇ આપવાનો નિર્ણય કર્યેા છે. આ નિર્ણયના કારણે બિલ્ડરોને વધુ સ્પેસ મળતાં તેમને મોટો ફાયદો થવાનો છે અને જમીનના ભાવ ઘટતાં ગ્રાહકોને સસ્તાં મકાન મળી રહેશે.


રાયના પાંચ શહેરો– અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ઉપરાંત ગાંધીનગરનો પણ સમાવેશ આ જાહેરાતમાં કરવામાં આવ્યો છે તેથી ગાંધીનગરના સેકટરો ઉપરાંત ગાંધીનગર શહેરી સત્તાવિકાસ મંડળ (ગુડા)માં પણ ૭૦ માળની ઇમારતો બનાવી શકાશે.


રાયના મુખ્યમંત્રી વિજય પાણીએ જાહેરાતમાં કહ્યું હતું કે ગુજરાતના પાંચ શહેરોમાં દુબઇ અને સિંગાપુર જેવી ઇમારતો બનશે. ગાંધીનગર સહિતના શહેરોમાં ૭૦ માળની ઇમારતો વિકાસની એક નવી દિશા ખોલશે. રાયના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સામાન્ય રીતે એફએસઆઇ સૌથી વધુ ૪.૫ સુધી આપી શકાતી હતી પરંતુ બિલ્ડીંગની ઉંચાઇ ૭૦ માળની હોવાથી એફએસઆઇ ૫.૪ સુધી કરી દેવામાં આવી છે જે ગાંધીનગર અને અન્ય શહેરોના ઇતિહાસમાં અમુક અપવાદને બાદ કરતાં પ્રથમવાર મૂકવામાં આવી છે. અધિકારીએ કહ્યું હતું કે ૭૦ માળ એટલે કે ૧૦૦ મીટરથી વધુ ઉંચાઇની બિલ્ડીંગ માટે નવી જોગવાઇ લાગુ પાડવામાં આવશે. આ બિલ્ડીંગની મંજૂરી માટે ટેકનિકલ કમિટીની રચના કરાશે. ઉલ્લેખનીય છે કે રાયના શહેરોમાં અત્યાર સુધીમાં માત્ર ૨૩ માળની ઇમારતો બનાવી શકાતી હતી પરંતુ હવે ઉંચાઇ વધારી દેવામાં આવી હોવાથી શહેરી વિકાસ વિભાગ તેના કોમ્પ્રિહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ એટલે કે જીડીસીઆર માં ફેરફાર કરશે. ઐંચા બિલ્ડિંગની જોગવાઇનો લાભ માત્ર ૧૦૦ મીટર કે તેથી વધુ ઐંચાઇની બિલ્ડીંગને જ મળશે અને આ બિલ્ડિંગની પહોળાઇ અને ઐંચાઇનો લઘુત્તમ ગુણોત્તર ૧:૯ હોવો જોઇશે. ૩૦ મીટર કે તેથીવધુ પહોળાઇના રસ્તા પર જ આવા મકાનોને મંજૂરી મળશે. ૧૦૦ થી ૧૫૦ મીટર ઐંચા મકાનો માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨,૫૦૦ ચોરસમીટર અને ૧૫૦ મીટરથી વધુ ઐંચા મકાનો માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૩,૫૦૦ ચોરસમીટર હોવી જોઇશે. સરકાર ટૂંકસમયમાં જીડીસીઆરમાં સુધારાનો આદેશ બહાર પાડી શકે તેવી સંભાવના છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here