આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પહોંચ્યા લેહની મુલાકાતે

0
258

ભારતના ચીન સાથે ચાલી રહેલા તણાવને લઈને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે અચાનક બે દિવસ માટે લેહની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાતમાં તેઓ બોર્ડર પર ફરજ બજાવતા મોટા અધિકારીઓ સાથે ચર્ચાઓ કરશે. ભારત અને ચીન વચ્ચે ઘણી વાતચીતો થઈ હોવા છતા પરિસ્થિતિમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી.

તાજેતરમાં ચીન દ્વારા કરવામાં આવેલી નાપાક હરકતોને જોતા ભારતે લેહથી લદ્દાખ સુધીની સીમા પર સૈન્યનો ખડકલો કરી દીધો છે. આર્મી ચીફ નરવણે દક્ષિણ પૈનગોંગ વિસ્તારમાં ચીનની હરકતોની જાણકારી મેળવશે અને ચીની જવાનોને પાછા ખદેનારા ભારતીય જવાનો સાથે પણ મુલાકાત કરશે.

ચીન સાથેના વિવાદને કારણે આર્મી ચીફે પોતાની મ્યાનમારની યાત્રાને પણ સ્થગિત કરી નાખી હતી. તેની જગ્યાએ તેઓ પિરિસ્થિતિનો તાળો મેળવવા લેહ પહોંચ્યા હતા.