રાજકોટમાં કોરોનાથી 27નાં મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 5 હજારને પાર, 1505 લોકો સારવાર હેઠળ

0
122

રાજકોટમાં બુધવારે 33 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

  • સૌરાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સાથે મૃત્યુઆંક વધ્યો
  • છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 59નાં મોત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.રાજોટમાં આજે કોરોનાથી 27 લોકોના મોત થયા છે. સિવિલમાં 22ના અને ખાનગી હોસ્પિટલમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે રાજકોટમાં 3393 અને ગ્રામ્યમાં 1647 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 5 હજારને પાર પહોંચી ગઈ છે. રાજકોટમાં હાલ 1505 લોકો સારવાર હેઠળ છે. જ્યારે બુધવારે 33 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 59 લોકોના મોત થયા છે.

બુધવારે 4347 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યું હતું
બુધવારે રાજકોટ શહેર અને જિલ્લાના 143 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં રાજકેાટ શહેરના 89 અને ગ્રામ્યના 54 તેમજ અન્ય જિલ્લાના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી તરફ સારવાર હેઠળ રહેલા બુધવારે 4347 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા 4202 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. રાજકોટ શહેરમાં કુલ આંક 3393 થયો છે, જ્યારે ગ્રામ્યમાં 1647 પોઝિટિવ દર્દી છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5040 નોંધાઈ છે. સરકારી હોસ્પિટલમાં 392 અને ખાનગી હોસ્પિટલમાં 399 દર્દી આઇસોલેશન હેઠળ છે. તેમાં 21 દર્દીની હાલત ખરાબ છે અને તેમને વૅન્ટિલેટર ઉપર રખાયા છે.

સૌરાષ્ટ્રમાં 7 જિલ્લાના 239 કેસ નોંધાયા
મોરબીમાં 20 કેસ અને જામનગર અને દ્વારકા જિલ્લો મળીને કુલ 142 કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 30, ગીર સોમનાથ જિલ્લામાં 15, અમરેલી જિલ્લામાં 26 અને પોરબંદર જિલ્લામાં 6 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

સ્મશાનમાં મૃતકોની અંતિમક્રિયામાં વેઈટિંગ
બુધવારે રાજકોટમાં એક સાથે 32 લોકોના મોત થતાં આરોગ્ય સચિવની હાજરીમાં હોસ્પિટલમાં મૃતદેહોની કતાર લાગી હતી. મૃતદેહોના નિકાલ માટે અફરા તફરી મચી હતી. અંતિમક્રિયા માટે લઈ જવાતા પહેલા કેટલાક મૃતદેહો 12 કલાક સુધી પડ્યા રહ્યાં હતા. સ્મશાનમાં મૃતકોની અંતિમક્રિયામાં વેઈટિંગ લાગ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here