અણીયારા પાસે દુધ ભરેલ આઇસર ના વ્હીલ નીકળી જતા સર્જાયો અકસ્માત.

0
254

રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર આવેલા અણીયારા ગામના પુલ પાસે આજે બપોરે દુધ ભરેલ આઇસર નં.(જી.જે.૩-એઝેડ રર૦ર) ના આગળના બન્ને વ્હીલ અચાનક ચાલુ ગાડીમાંથી છૂટા પડી જતા આઇસર ત્રણ ગોથા ખાઇને રોડ ઉપર પડયું હતું. જેમાં ર વ્યકિતઓને ઇજા થતા રાજકોટ સારવાર માટે ખસેડેલ છે. સરધારથી રાજકોટ આઇસરમાં દુધ ભરીને જઇ રહ્યા હતા ત્યારે આ મીની આઇસરને અકસ્માત નડયો હતો સદનસીબે મોટી જાનહાની ટળી હતી જો કે આઇસરમાંથી દુધ રોડ ઉપર ઢોળાઇ ગયુ હતું તસ્વીરમાં આગળના નોખા પડી ગયેલા બન્ને વ્હીલ તથા ડિવાઇડર ઉપર પડેલ આઇસર નજરે પડે છે.

(અહેવાલઃ કરશન બામટાઆટકોટ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here