પટેલ પરિવારમાં એવું તો શું થયું કે પરિવારના 7 સભ્યોએ આપઘાત કરી લીધો, માત્ર બચી આ એક વ્યક્તિ

0
622
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમા એક પરિવારના છ સભ્યોના સામૃહિક આપઘાત બાદ આ પરિવારના વધુ એક સભ્યએ પોતાનુ જીવન ટુકાવ્યુ.બાળકો અને પતિના મૃત્યુ બાદ એકલવાયા જીવનથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો.મહિલાની અંતિમ ચીઠ્ઠીમા મોતની કરૂણા ઝલકી રહી છે.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
  • બે મહિનાની અંદર બે પરિવાર ઉજ્જડ 
  • માત્ર બે માસમાં 7 સભ્યોએ મોત વ્હાલું કરતાં પરિવાર ખેદાન મેદાન 
  • બાળકોનું મોત થતાં માતા જીરવી ન શકી સંતાનોની ખોટ  

આ ઘટના બહુ કરૂણ છે.આવી ઘટના ફિલ્મમાં પણ હોતી નથી એક પટેલ પરિવાર પર કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગેછે 17 જૂનના દિવસે 6 લોકોએ આપઘાત કર્યો હતો આ ઘટનામાં  બે મહિના બાદ ગઈકાલે આજ પટેલ પરિવારમાં વધુ એક આપઘાત કર્યો છે. 17 જૂનના દિવસે  બે ભાઈ અને તેના ચાર સંતાનોએ આપઘાત કર્યો હતો જો કે મહિલાએ પણ આપઘાત કરતાં આખો પરિવાર ખેદાન મેદાન થઈ ગયો હતો. 

શું છે મામલો? 

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

આ પરિવારમાં માત્ર બે વ્યક્તિઓ જ બાકી રહ્યા હતા.  એક દેરાણી અને એક જેઠાણી. આ બંનેના પતિ અને બાળકોએ આપઘાત કરી લીધો હતો. જો કે પોતાના બાળકો વગર માતા જીવી ન શકતા આખરે તેમણે મોતને વ્હાલું કર્યું હતું. 

મોતને વ્હાલું કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખીછે..

શું લખ્યું છે સ્યુસાઇડ નોટમાં 

હું જ્યોત્સના આત્મહત્યા મારી મરજી કરું છું.હું મારા મયુર અને ગુડ્ડી વગર જીવી શકતી નથી. 
ફોઈ ફુવા, મામા મામી મારા મમ્મીનું ધ્યાન રાખજો.મમ્મી તું વધારે કામ ન કરતી. 
સાહેબ શ્રી મારા મમ્મીને ડાકોર જવા દેજો.તે બીમાર છે.ફુઆ જયેશ કુમાર હેતલ તમને સોંપી.  
હેતલ મને માફ કરજો.હું મારા છોકરાને ભૂલી શકતી નથી. આજે બે મહિના અને એક દિવસ થયો.મારુ જીવન મારા બાળકો હતા.આજે મારા છોકરા એટલે મારુ જીવન નથી.એટલે મારે  
જીવવાનો કોઈ મતલબ નથી. 
મમ્મી મને માફ કરજો. 

જ્યોત્સનાબેને તેમના કુટુંબીજનોને સંબોધીને બે પાનાની સ્યુસાઈડ નોટ લખી છે..જેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે તેમનું જીવન તેમના બાળકો હતા.જેથી તેમણે આત્મહત્યાનો અંતિમ નિર્ણય કર્યો. વિવેકાનંદનગર પોલીસે પણ અંતિમ ચિટ્ઠીના આધારે વધુ તપાસ શરૂ કરી.

અગાઉ પરિવારના 6 સભ્યોએ કર્યો હતો આપઘાત 

ઉલ્લેખનીય છે કે 17 જુનના રોજ વટવા જીઆઇડીસી વિસ્તાર પ્રયોશા રેસિડન્સીમાં મોટાભાઈ અમરીશ પટેલ અને નાનો ભાઈ ગૌરાંગ પટેલે ચાર માસૂમ બાળકો સાથે સામુહિક આપઘાત કરી લીધો હતો.તે બાદ મૃત બે ભાઈઓની પત્ની દુઃખી રહેતી હતી.જેથી જેઠાણી-દેરાણી પોતાના ગામ ડાકોર જતા રહેવાનો પ્લાન કર્યો હતો પરંતુ અચાનક જેઠાણી જ્યોત્સના બેન આત્મહત્યા કરી લીધી.હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફોરેન્સિક એક્સપર્ટસની મદદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.

ગમખ્વાર ઘટના પાછળ દેવું જવાબદાર છે 

 જો કે પરીવાર માં બે મહિના માં બનેલ બે ઘટના એ બે પરિવારને વેર વિખેર કરી નાખ્યા છે. પુરી ઘટનામાં પરિવાર  બરબાદ થયો તેની પાછળ દેવું જવાબદાર હતું. પટેલ પરિવાર પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું.દેવું દુર ન થતા પહેલા પરિવારના 6 સદસ્યોએ આપઘાત  કરી લીધો હતો, અને હવે વધુ એક સભ્યે આપઘા કરી લેતા કુલ 7 સદસ્યોના આપઘાતની કરુણ ઘટના બની છે. હવે માત્ર એક દેરાણી જ તેમના પરિવારમાં બચવા પામ્યા છે. આ ગમખ્વાર અકસ્માત પછી બે સમગ્ર પરિવારો ઉજ્જડ થઈ ગયા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here