રાજકોટની કોવિડ-19 હોસ્પિ.માં બાળ દર્દીઓની વિગત મેળવી, ICUમાં દિવસમાં 2 વાર સિનિયર તબીબોને મુલાકાત લેવા સુચના આપી

0
116

CMની વર્ચ્યુઅલ મુલાકાતમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, કલેક્ટર, મનપા કમિશનર પણ જોડાયા હતા

  • રાજકીય નેતાઓના સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે જયંતિ રવિએ કહ્યું દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ

રાજકોટમાં વધતા કોરોના કેસ અને મૃત્યુઆંકને લઈને મુખ્યમંત્રી સતત ચિંતામાં છે. આજે ગુરૂવારે વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. જેમાં રાજકોટ કોવિડ 19 હોસ્પિટલમાં 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. વિજય રૂપાણીએ બાળ દર્દીઓની વિગત મેળવી હતી. સાથોસાથ રૂપાણીએ તબીબોને ટકોર પણ કરી છે. ICUમાં દિવસમાં ઓછામાં ઓછી 2 વખત સિનિયર તબીબોએ મુલાકત લેવા સુચના આપી છે.

ICUમાંથી વધુને વધુ દર્દ સાજા થઈને જવા જોઈએઃ CM રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોને ટકોર કરતા કહ્યું હતું કે, ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જવા જોઈએ. CM ડેશબોર્ડ મારફતે રાજકોટ ડિસ્ટ્રીક્ટ ડેડીકેટેડ હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દીઓ, ડોક્ટરો, નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. વર્ચ્યુઅલ સંવાદ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયો હતો. જેમાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ, સિનિયર IAS અધિકારી રાહુલ ગુપ્તા, મિલનદે તોરવણે, કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

ખાનગીમાં વધુ ચાર્જ લેવામાં આવતો હોય તો હેલ્પલાઈનમાં સંપર્ક કરોઃ જયંતિ રવિ
રાજકીય નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ. કોઈને ફરિયાદ કરવી હોય તો ખાનગીમાં વધુ ચાર્જ લેવામાં આવે છે તો હેલ્પલાઈન છે જ તેમાં સંપર્ક કરવો. કોઈ પણ ફરિયાદ પર ચોક્કસ એક્શન લેવામાં આવશે. સારામાં સારી ઓક્સિજનની વ્યવસ્થા રાજકોટમાં છે જ. સંખ્યામાં વધારો થાય તો પણ સગવડતા છે. ઓક્સિજનની કોઈ ઘટનાની વાત છે નહીં. ખોટી માન્યતા પ્રવર્તતી હોય તો સાચી માહિતી આપવી ફરજ છે. ધન્વંતરી રથમાં વધારો કર્યો છે. ગઈકાલે 100 વેન્ટિલેટર આવ્યા હજુ જરૂર મુજબ આગળ કાર્યવાહી કરીશું. આગામી દિવસોમાં ઘરમાં પણ સર્વે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here