ચીને બસમાં કોરોના પોઝિટિવને બેસાડીને પ્રયોગ કર્યેા: બે મીટર દૂરથી ૨૩ને ચેપ લાગ્યો

0
181

એર ટ્રાંસમિશનને લઇને રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો: એક પોઝીટીવ દર્દીને લીધે બસમાં બેઠેલા ૬૮ માંથી ૨૩ લોકો વાયરસથી સંક્રમિત થયા

એક ચીની બસમાં કોરોના વાયરસના હવામાં ટ્રાંસમિશનને લઇને કરવામાં આવેલા રિસર્ચમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. આ રિસર્ચમાં કોરોનાના એવા હવાઇ પ્રસારણને શોધી કાઢું છે જેમાં બસમાં બેઠલ એક વ્યકિત કોરોના સંક્રમિત હતો અને તે બસમાં બેઠેલા બે ડઝનથી વધુ લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ હતો. આ રિસર્ચ ના તારણો જાહેર કરવામાં આવ્યા છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે વ્યકિત તે લોકોને પણ સંક્રમિત કરવામાં સક્ષમ હતો જે તેના સંપર્કની સીધી રેખામાં પણ ન હતા.


મહામારીની શઆતમાં, સ્વાસ્થ્ય અધિકારીઓને વિશ્વાસ ન હતો કે વાયરસ હવાઇ હતો, એટલે કે આ વાયરસ હવા દ્રારા સંક્રમક સૂમ બૂંદોને ટ્રાંસમીટ કરી શકે છે. પરંતુ જેમ જેમ પુરાવા સામે આવતા રહ્યા. વૈજ્ઞાનિકોએ પણ પોતાની વાતથી દૂર હટવું પડું.


અમેરિકી મેડિકલ જર્નલ ઉંઅખઅ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં ચીની શહેર ગશક્ષલબજ્ઞમાં એક બૌદ્ધ સમારોહમાં ભાગ લેવા બસમાં જઇ રહેલા મુસાફરોને ફકત ૫૦ મિનિટની યાત્રા કરવાની હતી અને બે બસોમાં સવાર હતા. આ સાર્વજનિક સ્થળો પર માસ્ક અનિવાર્ય કયુ તે પહેલાંની ઘટના છે.


રિસર્ચકર્તાઓના અનુસાર કોવિડ ૧૯ સંક્રમિત એક રોગીએ બસમાં આ વાયરસ ફેલાવ્યો. આ સમય હતો, યારે કોરોના વાયરસ પોતાના શઆતી તબકકામાં હતો. પછી તે રોગી વુહાનના લોકોના સંપર્કમાં આવ્યો, યાં વાયરસે પહેલીવાર ૨૦૧૯માં પોતાનો પ્રક્રોપ બતાવ્યો હતો.


યારે વૈજ્ઞાનિકોએ આ ઘટના વિશે તપાસ કરી અને બસમાં હાજર દરેક વ્યકિતને શોધ્યા તો ચોંકાવનારી વાત સામે આવી. તેમને જાણવા મળ્યું કે બસમાં બેઠેલા ૬૮ માંથી ૨૩ લોકો વાયરસથી સંક્રમિત હતા.
ઉલ્લેખનીય છે કે વાયરસ તે લોકોને પ્રભાવિત કરવામાં સક્ષમ હતો જે રોગીથી ૧–૨ મીટર (૩–૬)થી વધુ દૂર હતા. યારે તેને વાયરસના ફેલાતા રોકવા માટે મેકિસમમ પેરામીટર ગણવામાં આવે છે. એટલે કે જે લોકો બસમાં બિલકુલ આગળ અને પાછળ બેઠા હતા તે પણ તેનાથી સંક્રમિત થઇ ગયા. આ ઉપરાંત જે એક યાત્રીએ તમામમાં સંક્રમણ ફેલાવ્યું તેમાં બસમાં બેસી રહેતી વખતે વાયરસના લક્ષણ જોવા મળ્યા ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here