સુશાંતસિંહ રાજપૂત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં સીબીઆઈ ઉપરાંત ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ દ્વારા પણ તપાસ હાથધરવામાં આવી હતી. આ દરમિયાન ડૉક્ટરે મુંબઈ પોલીસને એક મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, ‘સુશાંતને બાઈપોલર ડિસઓર્ડર’ હતો. સુશાંત 13 વર્ષથી અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડરથી પીડાઈ રહ્યો હતો. તેની સારવાર ચાલુ હતી સુશાંત તેની દવા પણ લઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે રિયા અને સુશાંતની બહેને પણ તેમના નિવેદન સુશાંતની બીમારીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું એ સુશાંતની તબિયત 2013 થી વધુ ખરાબ રહેતી હતી.
બાઈપોલાર ડિસઓર્ડર એક એવી બીમારી છે જેમાં રોગીનું મગજ સતત બદલતું રહે છે. બાઈપોલર ડિસઓર્ડરમાં દર્દી ક્યારેક વધુ ખુશ થઈ જાય તો ક્યારેક વધુ દૂ:ખી થઈ જાય. આ બીમારીમાં દર્દી આત્મહત્યા કરે એવા કિસ્સા વધુ જોવા મળ્યા છે. એક હાઈલેવલનું ડિપ્રેશન દર્દી અનુભવે છે. આ બીમારીની શરૂઆત નાની નાની વાતમાં ડિપ્રેશનથી થાય છે અને ત્યારબાદ આત્મહત્યા સુધી વાત પહોંચી શકે છે. શક્ય છે કે સુશાંતના કેસમાં પણ એવું જ બન્યું હોય. આથી હવે પોલીસ આ એન્ગલની તપાસ કરી રહી છે. જોકે રિયાનો ભાઈ શોવિક ડ્રગ્સને લઈને શંકાના ઘેરામાં છે અને ઈડી દ્વારા તેની ફરીથી પૂછપરછ થવાની છે.