સ્ટીરોઈડથી કોરોના માં મૃત્યુ દર ઘટી ગયાનો દાવો

0
114

સાત જેટલા ઇન્ટરનેશનલ ટેસ્ટ બાદ નિષ્ણાંતોની જાહેરાત

દુનિયાભરમાં કોરોનાવાયરસ ની મહામારીએ ભારે ઉપાડો લીધો છે અને કેસની સંખ્યા તેમજ મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે પરંતુ નિષ્ણાંતોએ એવી જાહેરાત કરી છે કે સ્ટેરોઈડ આપવાથી ગંભીર દર્દીઓમાં મૃત્યુનો દર ઘટી રહ્યો છે અને આ એક નવી આશાની કિરણ છે.


સાત જેટલા ઇન્ટરનેશનલ લેવલના ટેસ્ટ અને ટ્રાયલ થયા બાદ નિષ્ણાંતોએ કહ્યું છે કે સ્ટેરોઈડ આપવામાં આવ્યા બાદ ગંભીર દર્દીઓમાં મૃત્યુ દર ૨૦ ટકા જેટલો ઓછો થઈ ગયો છે એટલે કે મૃત્યુની સંભાવના ખૂબ જ ઘટી ગઈ છે.


વિશ્વ આરોગ્ય સંસ્થા ને એવી વિનંતી કરવામાં આવી છે કે તમામ દેશોને અપીલ કરવામાં આવે કે સારવારની પધ્ધતિ બદલીને સ્ટેરોઈડ નો પ્રયોગ કરીને ગંભીર દર્દીઓ માં મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં આવે.


આ પ્રકારના અભ્યાસમાં અને મૂલ્યાંકન બાદ એવી હકીકત નિષ્ણાતોએ જણાવી છે કે અલગ અલગ દેશોમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર પ્રકારના દર્દીઓ ને સ્ટેરોઈડ આપવામાં આવ્યા બાદ તેમના મૃત્યુની સંભાવના ઘટી ગઈ છે અને હવે આ લાઇન પર બધા દેશોએ આગળ ચાલવું જોઈએ.


નિષ્ણાતોએ પોતાના મૂલ્યાંકન બાદ એવો દાવો પણ કર્યેા છે કે આઈસીયુમાં રહેલા ગંભીર પ્રકારના કોરોના ના દર્દીઓ માં મૃત્યુ ની સંભાવના ૬૮ ટકા જેટલી ઘટી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કિલનિકલ કેર વિભાગના વડા એમ કહ્યું છે કે અમે તમામ દેશોને વિનંતી કરી રહ્યા છીએ કે આ રસ્તો અપનાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here