શું ખરેખર મોદી સરકાર દરેક વિદ્યાર્થીઓને સ્માર્ટફોન ફ્રીમાં આપી રહી છે? -જાણો હકીકત

0
190

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે શાળા-કોલેજ તેમજ તમામ ધંધા-રોજગાર પણ બંધ પડી ચુક્યા છે. હાલમાં શિક્ષણ માત્ર ઓનલાઈનનાં માધ્યમ દ્વારા જ શીખવાડમાં આવી રહ્યું છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વની સાથે જ ભારત તેમજ ગુજરાતમાં પણ રહેલી છે ત્યારે આ મહામારીની સામે લડવાં માટે સરકારે પણ જરૂરી પલગાં લીધા છે. એક ખુબ જ અગત્યનું પગલું હતું કે શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી તમામ શહેરમાં શાળા- કોલેજો બંધ રહેલી છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે, કે કોરોના વાયરસને લીધે શાળા-કોલેજ બંધ હોવાને લીધે વિદ્યાર્થીનું શિક્ષણ પણ ઘણું બગડ્યું છે. સરકાર તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં એક-એક સ્માર્ટફોન પણ આપી રહી છે પણ આપ આ જાહેરાતનું સત્ય ન જાણતાં હોય તો જાણવું ખુબ જ જરૂરી છે.

આને કારણે આ જાણકારી માત્ર એક અફવા જ છે, એનાથી વધુ કંઈ નથી.’#PIBfactcheck’ એ આ દાવાને ખોટો ઠરાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જ ઘોષણા કરવામાં આવી નથી કે જેમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં એક-એક સ્માર્ટફોન આપવામાં આવે છે.

અહી ઉલ્લેખનીય છે, કે સરકાર દ્વારા અનલોક-4ની ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે તેમજ એ મુજબ હજુ એક મહિનો શાળા-કોલેજ બંધ રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here