સલામ / પિતાનું અવસાન થતા અડધા દિવસમાં જ અંતિમવિધિ પૂર્ણ કરી 108ના EMT ફરજ પર હાજર

0
312
  • રાજકોટના કોઠારીયા  રોડ પર આવેલા 108 પોઇન્ટ પર EMT તરીકે ફરજ બજાવે છે
  • ઉચ્ચ અધિકારીએ 10 દિવસની રજા આપી પરંતુ ન સ્વીકારી, ફરજ પર હાજર થયા

રાજકોટ. કોરોના મહામારી વચ્ચે હાલ આરોગ્યની સેવા મુખ્ય છે. તેમાંય 108ની સેવા એ લોકો માટે ખૂબ જ જરૂરી છે. પોતના પરિવારમાં દુખદ ઘટના બને છતાં કર્મચારીઓ પોતાની ફરજ ચૂકતા નથી. તેનો એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા 108ના પોઇન્ટ પર EMT તરીકે ફરજ બજાવતા કિશનભાઇ છાયાના પિતાનું અવસાન થયું હતું. પરંતુ અડધા દિવસમાં જ પોતાના પિતાની અંતિમવિધિ પૂર્ણ કરી ફરજ પર હાજર થઇ ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કોરોના સામેની જંગમાં મારૂ યોગદાન મહત્વનું છે. 

મારી સાથે દુખદ ઘટના બનવાની હતી તે બની ગઇ હવે સેવા કરીશ: EMT


‘મારૂ નામ કિશન મહેન્દ્રભાઇ છાયા છે 108માં EMT તરીકે ફરજ બજાવું છું. મારા પિતાનું ગઇકાલે અવસાન થયું હતું. આથી મેં મારા ઉચ્ચ અધિકારીને જાણ કરતા તેણે બીજા સ્ટાફની વ્યવસ્થા કરી આપી હતી અને રજા આપી હતી. મારા પિતાની અંતિમવિધિ પૂર્ણ કરી મારા ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. મારા ઉચ્ચ અધિકારીએ 10 દિવસની રજા પણ આપી છતાં મેં સરને કહ્યું હતું કે કોરોનાની મહામારી ચાલી રહી છે એટલે હું ડ્યૂટી જોઇન કરી લઉં છું. મારી સાથે દુખદ ઘટના બનવાની હતી તે બની ગઇ પણ કોરોનાની મહામારીમાં હું પણ થોડીક સેવા કરૂ તેવો નિર્ણય લઇ હું ફરી ફરજ પર હાજર થયો હતો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here