નેશનલ હાઇવે લગત ખેડુતોના પ્રશ્ર્નોના સુખદ ઉકેલ માટે દ્વારકા જિલ્લા વહીવટીતંત્રની તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી જરૂરી સુચના આપતા સંસદસભ્ય પૂનમબેન માડમ

0
124

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ને લગત ખેડૂતોના પ્રશ્ર્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંસદસભ્ય પૂનમબેન માડમએ તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્ર્નો ના સુખદ ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપતા લગત ખેડુતોએ રાહત અને હાશકારો અનુભવી સંસદસભ્ય પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો

કુરંગા-દેવળીયા નેશનલ હાઇવે માટે, ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાઓના ખેડૂતોની સંપાદીત થતી જમીનના વળતરની વિસંગતતાઓ દૂર કરી, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, દ્વારકાના પ્રાંત અધિકારી , ડી.આઇ.એલ.આર., નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધીકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ તાકીદની વિસ્તાર પુર્વક ની બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયા માં કલેક્ટર કચેરી ખાતે યોજી હતી તેમજ ગામવાર રજુઆતો સાંભળી હતી અને આ પ્રશ્ર્નોના ઝડપી નિરાકરણ લાવવા અધીકારીઓને સુચનાઓ આપી હતી ખેડુતોના હિતની આ બાબતે ખૂબજ ગંભીરતા લેવાતા ઉપસ્થિત બહોળી સંખ્યાના લગત ગામોના સરપંચો ખેડુતો આગેવાનો સૌએ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

અહેવાલ:- સાગર સંધાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here