ભ્રષ્ટાચાર કરી બનાવાતા રસ્તાઓના આંખ બંધ કરી બિલ મંજુર કરતા અધિકારીઓ પર મિલિભગતનો આક્ષેપ
અમરેલી, તા. 4
મગરની પીઠ કરતાં પણ બદતર હાલતમાં ખાંભા ગામમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે 90 ઉપર ર00પમાં બનેલો 1 કી.મી.નો કિસાનપથ પસાર કરવામાં અડધો કલાક જેવો સમય વિતી જતો હોય રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાઈ રહૃાાં છે.
વર્ષ ર00પમાં ખાંભા ગામનાં વિકાસ અને પસાર થતાં વાહનોનાં કારણે સર્જાતી ટ્રાફીક સમસ્યાનાં ઉકેલ માટે રાજય સરકારે કરોડોરૂપિયાનાં ખર્ચે દોઢ કી.મી. પહોળો રોડ અને રોડ વચ્ચે ડીવાઈડર અને ધાતરવડી નદીનો પહોળો પુલ અને પુલની બન્ને બાજુ રાહદારીઓને ચાલવા માટે ગેલેરી સહિતની સુવિધાવાળો કિસાનપથ મંજુર કરેલ.
તત્કાલીન સમયનાં માર્ગ-મકાન સ્ટેટનાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતથી ભ્રષ્ટાચારયુકત કિસાનપથમાં અનેક ક્ષતિઓ અને અનેક અધુરા છોડી દીધેલા કામથી પાંચ વર્ષનાં સમયગાળામાં બનેલા કિસાન પથની હાલત આજે બદતર થવા પામી છે.
દોઢ કિ.મી.નાં કિસાન પથમાં ખાંભા ગામની મઘ્યમમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે 90 ઉપર કિ.મી.માં આરસીસી રોડ અને પહોળા આરસીસી રોડ વચ્ચે ડિવાઈડર તેમજ ધાતરવડી નદી ઉપરનાં પુલમાં બન્ને બાજુ રાહદારીઓ માટે ફૂટપાથ (ગેલેરી) બનાવવાની જગ્યાએ પુલમાં ગેલેરી ન બનાવી કિસાન પથનાં આરસીસી રોડમાં રોડ ડિવાઈડર બનાવ્યા વગર પાસ કરી દીધેલા બીલ અને આરસીસી રોડનાં બન્ને છેડાથી ન્યાયકોર્ટ અને એસ.ટી. ડેપો સુધી બનેલા ડામર કામમાં લોટ-પાણી ને લાકડા જેવું મટીરીયલ વાપરવાથી ચાલું વરસે પડેલા વરસાદે માર્ગ-મકાન સ્ટેટનાં કિસાન પથનાં કામની પોલ ખોલી નાખતા કિસાન પણ ખરા અર્થમાં વાડી-ખેતર જવાના રોડ જેવી હાલત થતાં આ દોઢ કિ.મી.નાં કિસાન પથમાં પ્રજાના ટેક્ષરૂપી કરોડો રૂપિયા ચાલું વરસનાંચોમાસાનાં પાણીમાં વહી ગયા છે.
ખાંભાની મેઈન બજારમાં એક કિ.મી.નાં બનેલા સિમેન્ટનાં આરસીસી રોડમાં અડધા-અડધ ફૂટનાં ખાડા અને કયાંક કયાંક મીટર-મીટરનાં ખાડા અને આરસીસી રોડનાં સાંધા ખુલી જવાથી આરસીસી રોડમાં વાહન ચલાવવું મુશ્કેલ બનવા સાથે દરરોજ અનેક ટુ વ્હીલચાલકો ગાંધી ચોક અને એસ.ટી. સ્ટેન્નાં વળાંકમાં મોટર સાયકલ સ્લીપ થવાનાં કારણે નાના-મોટા અકસ્માતનો ભોગ બને છે.
ખાંભાનાં કિસાન પથનાં પ્લાન એસ્ટીમેન્ટમાં ધાતરવડી નદીનો પુલ ઉંચો કરી પુલનાં બન્ને છેડામાં ભરતી કરી પુલ અને રોડનું લેવલીંગ કરવાની જોગવાઈ હોવા છતાં કોન્ટ્રાકટર અને તત્કાલીન સમયનાં માર્ગ-મકાન સ્ટેનાં ભ્રષ્ટ અધિકારીઓની ભાગબટાઈથી બનેલા ધાતરવડી નદીનાં પુલનાં બન્ને છેડે ભરતી કર્યા વગર માટી નાખી ઉપર લોડીંગ રોડ ચલાવ્યા વગર ડામર કામ કરી નાખવાથી છેલ્લા 4 વર્ષથી ધાતરવડી નદીનાં પુલનાં બન્ને છેડા બેસી જવાથી બબ્બે ડૂટનાં ખાડા પડી જવાથી લોડીંગ વાહનો અને ટુ વ્હીલરોવાળા ચાલકો હેરાન પરેશાન થઈ રહૃાાં છે.
ધાતરવડી નદીનાં પુલનાં છેડાથી છેક ન્યાયકોર્ટ સુધીનાં પોણો કિ.મી. ડામર રોડમાં સરકારી સાયન્સ સ્કૂલ તરફ જવાનાં રસ્તા ઉપર હોન્ડાનાં શોરૂમ સામે તો 30સ60 ફૂટનાં પરીધમાં બબ્બે ફૂટવિશાળ ખાડા પડી જવાથી ચાલું વરસાદમાં માર્ગ-મકાન સ્ટેટનું વિશાળ સરોવર ભરાયું હોય તેવું જોવા મળે છે. કિસાન પથમાં માર્કેટીંગયાર્ડમાં જવાનાં રસ્તા નજીક અંદાજે 60 મીટરમાં 600થી 700 મોટા મોટા ખાડા પડી ગયેલ હોવાથી ટુ વ્હીલરો અને ખુદ રાહદારીઓ ગબડી પડયાનાં બનાવો બનતા હોય.
માર્ગ-મકાન સ્ટેટ ઘ્વારા ખાંભાનાં કિસાન પથનાં રોડમાં કાંકરી, માટી નાખી ગાડુ ગબડાવવાનાં બદલે આંનદ સોસાયટીથી લઈને જજ સાહેબનાં બંગલા સુધી ઉના-જાફરાબાદ ચોકડી સુધી નવો રોડ બનાવવામાં આવે અને આરસીસી રોડ સંપૂર્ણપણે નવો બનાવવામાં આવે તેવું ગાંમજનો અને વાહનચાલકો ઈચ્છી રહૃાા છે.