નદીમના કારણે જ જંગલેશ્વર હોટસ્પોટ, DCBએ કડી શોધી

  0
  439
  • આરોગ્ય વિભાગને કડી  ન મળતા પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી

  રાજકોટ. રાજકોટમાં કુલ 18 કોરોનાના કેસ આવ્યા છે. જેમાંથી 9 ફક્ત જંગલેશ્વરના જ છે. સૌથી પહેલો કેસ નદીમનો હતો અને તે યુએઈથી આવીને બીમાર પડ્યો હતો. ત્યારબાદ શેરી
  નં.27માં રહેતો અલ્તાફ અને પછી તેના પાડોશી અને મિત્રને ચેપ લાગતા એકસાથે 7 કેસ સામે આવ્યા છે. અલ્તાફને ચેપ ક્યાંથી લાગ્યો તે આરોગ્ય વિભાગ નક્કી કરી શક્યું નથી
  પણ પોલીસે તપાસ હાથ ધરી કોન્ટેક ટ્રેસિંગ કરતા ચેપનો સોર્સ નદીમ અને સાઇલન્ટ કેરિઅર તરીકે ઈમ્તિયાઝ ડાકોરા હોવાનું ખુલ્યું છે.

  પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવા આદેશ કર્યો હતો
  અલ્તાફ પતાણી પોઝિટિવ આવ્યા બાદ તેની શેરીમાં રહેતા જીલુબેન તેમજ આશિયાનાબેન કે જેમાં લક્ષણો જ ન હતા તે પોઝિટિવ આવ્યા હતા. લક્ષણો ન હોવાથી આરોગ્ય
  વિભાગે અલ્તાફના સંપર્કમાં આવેલા તેના પરિવારજનો અને મિત્ર ઈમ્તિયાઝ ડાકોરાના સેમ્પલ લીધા હતા. જે પણ પોઝિટિવ આવ્યા હતા. નદીમ સાથે અલ્તાફને કોઇ લેવા દેવા
  ન હતા તેમજ નદીમને ચેપ લાગ્યાના ઘણા દિવસો બાદ અલ્તાફ પોઝિટિવ આવતા કઈ રીતે ચેપ લાગ્યો તે અંગે આરોગ્ય વિભાગને સફળતા મળી ન હતી. તેથી પોલીસ
  કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવા આદેશ કર્યો હતો અને પીએસઆઈ ધાંધલિયાને તપાસ સોંપાતા તેમણે આખી કડી શોધી કાઢી હતી.

  સાઇલન્ટ કેરિઅર તરીકે ઈમ્તિયાઝમાંથી ચેપ અલ્તાફ અને ત્યાંથી બધામાં ફેલાયો
  પીએસઆઈ ધાંધલિયાની તપાસમાં ખુલ્યું હતું કે, ઈમ્તિયાઝ ડાકોરાની પત્ની ઈકબાલભાઈની પિતરાઈ બહેન છે. ઈકબાલભાઈ એ નદીમના મામા છે અને નદીમ જે ઘરમાં રહે
  છે તેના નીચેના માળે ઈકબાલભાઈ રહે છે તેથી ઈમ્તિયાઝ અને તેની પત્ની નદીમના ઘરે આવતા જતા હતા. નદીમનો ચેપ ઈમ્તિયાઝ ડાકોરને લાગ્યો હતો પણ ઈમ્તિયાઝ
  સ્વસ્થ હોવાથી તેમાં લક્ષણો દેખાયા ન હતા બીજી તરફ અલ્તાફ એ ઈમ્તિયાઝનો મિત્ર છે તેથી બંને મળતા રહેતા હતા. ઈમ્તિયાઝમાંથી કોરોના વાઇરસ અલ્તાફને લાગ્યો હતો
  પણ અલ્તાફ કે જેના ફેફસાં એકદમ નબળા છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી છે એટલે તેનામાં વાઇરસ ઝડપથી ફેલાઈ ગયો. અલ્તાફમાંથી આ વાઇરસ તેની પત્ની
  ઝરીનાબેન તેમજ પુત્રોને ચેપ લાગ્યો. ઝરિનાબેન તેના પાડોશી આશિયાનાબેનને અને જીલુબેનને ચેપ લાગ્યો. અલ્તાફભાઈમાંથી તેના સગા અને મિત્ર સાહિલ દોઢિયાને પણ
  ચેપ લાગ્યો હતો. આ રીતે સમગ્ર ચેપનો મૂળ સોર્સ નદીમ હોવાનું સામે આવ્યું છે અને કોરોના વાઇરસના સાઇલન્ટ કેરિઅર તરીકે ઈમ્તિયાઝમાંથી ચેપ અલ્તાફ અને ત્યાંથી
  બધામાં ફેલાયો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here