રાજસ્થાનના ગોગુંદા પિંડવાડા હાઈવે પર વેકરીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે થયેલા એક્સિડન્ટમાં બે બાઇક સવાર સહિત ચાર લોકો નું મૃત્યુ થઈ ગયું હતું. મૃત લોકોની ઉંમર ૧૭ અને ૧૮ વર્ષ છે. એટલે યુવાની વયમાં જ આ યુવાનોના મોત નીપજ્ય હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે, બાજરાથી ભરેલો ટ્રક પિંડવાડા થી ઉદયપુર તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. તે સમયે જ મોટા પુલ પેટ્રોલ પંપ પાસે ટ્રક અનિયંત્રિત થઈ ગયો અને બે બાઇક સવારને ઝપેટમાં લેતાં પલટી ખાઈ ગયો હતો. અને આ ઘટનાને અંજામ આપી હતી. અને યુવાનોને પોતાના જીવ ગુમાવ્યા હતા.
દુર્ઘટના બાદ બાજરાથી ભરેલો ટ્રક આડો થઈ ગયો હતો. દુર્ઘટના બાદ બાજરી નીચે રોડ કિનારે ચાલી રહેલા બે કિશોર પણ દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતાં ખાડીયા પોલીસ સ્ટેશનના સખારામ ગરાસીયા ઘટના સ્થળ પર પહોંચ્યા. પોલીસે ચાર લાશને હોસ્પિટલના મુર્દા ઘરમાં રાખી છે.