ભાવનગરના સિદસરમાં પિતાની નજર સામે જ ડૂબી જતાં બે પુત્રોના મોત

0
282
ત્રણેય પિતા-પુત્રો સાથે જ નદીમાં ન્હાવા પડ્યા હતા, ડૂબતા બાળકોને બચાવવા પિતાએ પ્રયાસ કર્યો પરંતુ બચાવી ન શક્યા


ભાવનગરના સિદસરમાં પિતાની નજર સામે જ ડૂબી જતાં બે પુત્રોના મોત થયા હતા. ત્રણેય પિતા-પુત્રો સાથે જ નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ડૂબતા બાળકોને બચાવવા પિતાએ પ્રયાસો કર્યા પરંતુ બચાવી ન શક્યા નહોતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના સાંકડાસર ગામના વતની અને વર્ષોથી સિદસર ગામે વસેલા કાંતિભાઈ રમણા પોતાના બે દિકરા હર્ષ (ઉં.વ.15) અને આનંદ (ઉં.વ.10) સાથે શામપરા રોડ પર માલેશ્રી નદીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ અચાનક બન્ને બાળકોના પગ લાપસતા નદીમાં ડૂબ્યા હતા. પિતાએ બચાવવા પ્રયાસ કર્યો પરંતુ બચાવી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને બન્ને બાળકોને પાણીમાંથી કાઢી ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમમાટે ખસેડવા તજવીજ કરી હતી.
મૃતક બાળકમાં હર્ષ રાઇફલ શૂટિંગનો નેશનલ ખેલાડી હોવાનું જાણવા મળે છે. તેમના પિતા કાંતિભાઈ ફ્રીઝ, એસીનું રીપેરીંગ કામ કરે છે. સંતાનમાં બે જ બાળકો હતા તે પણ છીનવાઈ જતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.