લઘુશંકા કરવા બાથરૂમમાં ગયેલી મહિલા પર ધમકી આપીને બળાત્કાર

0
870
માંગરોળના આરેણા ગામે બનેલ બનાવમાં આરોપી બાથરૂમમાં જ સંતાયો હોવાની કેફિયત

જૂનાગઢ,તા. 4
માંગરોળ મરીનના આરેણા ગામે રહેતી મહિલાનાં ઘરમાં જ બાથરુમમાં આરોપીએ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યાની ઘટનાની 22 દિવસ બાદ કાલે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળ મરીનથી 18 કિ.મી. દૂર આરેણા ગામે રહેતી 30 વર્ષની પરિણીત મહિલા ગત તા. 11-8ની રાત્રિનાં દસના સુમારે તેના જ ઘરના બાથરુમમાં બાથરુમ કરવા ગયેલ ત્યારે બાથરુમમાં સંતાયેલ આજ ગામનો કાન્તી રાજા મકવાણાએ મહિલાને બાથરુમમાં ખેંચી લઇ મોઢે મુંગો દઇ બળજબરીપૂર્વક તેણીની ઇચ્છા વિરુધ્ધ બળાત્કાર કર્યો હતો.

આ વાત કોઇને કહીશ તો તારા પતિ દીયર અને તારા સંતાનને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ગઇકાલે માંગરોળ મરીનમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.આઈ. રાઠોડે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here