નિવૃત્ત થયેલા પોલીસે પુત્રવધુ સાથે કર્યા શારીરિક અડપલાં- એકલતાનો લાભ લઇ રસોડામાં પણ…

0
401

હાલમાં કોરોના મહામારીની સાથે જ સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી એક ઘટના સામે આવી રહી છે.

અમદાવાદ શહેરમાં આવેલ પશ્વિમ વિસ્તારમાં આવેલ એક પોલીસ લાઇનમાં રહેતાં નિવૃત પોલીસ કોન્સ્ટેબલે એની પુત્રવધુની સાથે શારિરીક અડપલા કરતાં સમગ્ર મામલો પોલીસમથક સુધી પહોચી ગયો છે. નિવૃત પોલીસ કોન્સ્ટેબલે પુત્રવધૂની સાથે ચાલુ એક્ટીવા પર શારિરીક અડ઼પલા કર્યા હતાં.

ત્યારપછી એકલતાનો લાભ લઇને ઘરનાં રસોડામાં શારીરિક અડપલાં કર્યા હતા. ફરિયાદીનો આરોપ મુક્યો છે, કે જ્યારે ઘરમાં GPSCની તૈયારી કરી રહી હતી ત્યારે સસરાએ એની સાથે બળજબરી કરવાંનો પ્રયત્ન કર્યો હતો. જેથી એણે એનાં સસરાને લાફો પણ મારી દીધો હતો.

શહેરમાં આવેલ ઓઢવ વિસ્તારમાં રહેતી એક યુવતીએ એના સસરા તથા પતિની વિરુદ્ધ ફરિયાદની નોધણી કરી છે. ફરિયાદમાં કરેલ આરોપ મુજબ યુવતીનાં લગ્ન એક પોલીસ કર્મચારીનાં પુત્રની સાથે વર્ષ 2018માં કર્યાં હતાં.લગ્ન કર્યાં પછી યુવતીને કાનમાં સમસ્યા હોવાંને કારણે સસરા એને એક્ટીવા પર બેસાડીને ઓઢવ હોસ્પિટલ લઇ જતાં હતાં.

ચાલુ એક્ટીવા પર જ સસરાએ પુત્રવધુની સાથે શારિરીક અડપલાં શરુ કરી દીધા હતાં. સસરાએ પુત્રવધુને ધમકી આપી હતી કે જો કોઇને કહેશે તો એનાં પતિને કહીને ઘરમાંથી કાઢી મુકશે.