મહાબળેશ્વરમાં જોકે 10 વર્ષથી નીચેના 60 વર્ષથી ઉપરના પ્રવાસીઓ પ્રતિબંધીત
મુંબઈ: દેશના સુવિખ્યાત સહેલાણી સ્થાન મહાબળેશ્વરમાં આવતા પ્રવાસીઓ 10 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરની વયના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહી.
લગભગ પાંચ માસ બાદ મહાબળેશ્વરમાં ફરી સહેલાણીઓને પ્રવેશની મંજુરી અપાઈ છે પણ એક નિયત પ્રક્રિયા પણ લાગુ થઈ છે જયાં રાજય સરકાર હાલ કોરોનાની સ્થિતિ જોતા 10 વર્ષથી નીચેની વયના અને 60 વર્ષથી ઉપરની વયના લોકોને પ્રવેશઆપવામાં આવો નહી. સહેલાણી મથકના હોટેલ એસો.એ ભય વ્યક્ત કર્યો છે કે આ નિયમથી તેમના ધંધા પર 20-30% અસર થશે.
જો કે રાજય સરકારે આ માટે કેન્દ્ર સરકારની અનલોક- ગાઈડલાઈનને આગળ ધરી છે અને જણાવ્યું છે કે કોરોના પ્રોટોકોલ સાથે જ પ્રવાસીઓને મંજુરી મળશે. બીજી તરફ લોકડાઉનમાં છૂટછાટ અને માથેરાનમાં પણ સહેલાણી વધી રહ્યા છે અને અહીની હોટેલોમાં ફરી રોનક નજરે ચડવા લાગી છે.
દિવાળી સુધીમાં સ્થિતિ સુધરી જવાની આશા છે.