રાત્રે વધુ ભોજન ઝાપટીને રોગને નોતરે છે લોકો

0
69
આખા દિવસમાં મેળવવાની 40 ટકા કેલરી વયસ્કો ડીનરમાં લેતા હોવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેસર અનિયંત્રિત બને છે

ડબલીન,તા. 4
કહેવાય છે કે સવારના નાસ્તો રાજા-મહારાજા જેવો હોય છે જ્યારે બપોરનું ભોજન રાજકુમાર જેવું પણ રાત્રે તો નિર્ધન જેવું ભોજન કરવું જોઇએ. પરંતુ થાય છે ઉંધું, આપણે ત્યાં રાત્રે ભરપેટ ભોજન કરવામાં આવે છે જેના કારણે લોકો રોગોના શિકાર બને છે.

ઉલ્સ્ટર યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં એ વિગત બહાર આવી છે કે વયસ્ક લોકો આખા દિવસમાં ગ્રહણ કરવામાં આવતી 40 ટકા કેલરી માત્ર રાત્રિના ખોરાકમાં મેળવે છે. એનાથી જાડાપણું, ડાયાબીટીસ, અને હૃદયરોગનો ખતરો વધી જાય છે. સંશોધનોએ વર્ષ 2012થી 2017 વચ્ચે યુકે નેશનલ ડાયટ એન્ડ ન્યુટ્રીશન સર્વેમાં નોંધાયેલ 1200 વયસ્કોનાં ખાનપાન સાથે જોડાયેલ આંકડાનું વિશ્ર્લેષણ કર્યું હતું

જેમાં તેમણે જાણ્યું હતું કે લગભગ દરેક વ્યક્તિ દિવસભરમાં ગ્રહણ થતી 40 ટકા કેલરી સાંજે 6 વાગ્યા બાદ લેવાયેલા ખોરાકમાંથી મેળવે છે. તેમની રોજની ડાયટમાં ઉચ્ચ કેલરીયુક્ત ખાદ્ય સામગ્રી પણ અધિક માત્રામાં સામેલ હોય છે. જેથી તેમને વધતા વજનની સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ સુગર,કોલસ્ટ્રોલ, બ્લડ પ્રેસરનું સ્તર અનિયંત્રિત થવું મુખ્ય છે. આ અભ્યાસ યુરોપિયન એન્ડ ઇન્ટરનેશનલ ઓબેસિટી કોંગ્રેસમાં રજૂ કરાયું હતું.

સવારે ભારે નાસ્તો કરવો ફાયદાકારક !
જર્નલ ઓફ ક્લીનિકલ એન્ડોક્રાયોનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં છપાયેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો વધુ માત્રામાં કેલરી બાળવા માગે છે તેમણે સવારે ભારે નાશ્તો કરવો જોઇએ અને બપોર તેમજ રાત્રે હળવો ડાયટ (ખોરાક) લેવો ફાયદાકારક છે. સવારે-બપોરે થર્મો જેનેસીસની પ્રક્રિયાનું ચરમ પર હોવું આનું મુખ્ય કારણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here