રાજકોટમાં તંત્ર સબ સલામતનો દાવો કરે છે તો મોતનો આંક શું કામ વધે છે, શું યોગ્ય સારવારનો અભાવ છે?

0
97

લલિત વસોયા અને લલિત કગથરાએ જયંતિ રવિ અને કલેક્ટર સાથે મુલાકાત કરી

  • ખાનગીમાં મૃત્યુઆંક ઓછો અને સિવિલમાં કેમ વધુ?
  • કગથરા અને વસોયાએ જયંતિ રવિ અને કલેક્ટર સાથે મુલાકાત કરી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને આજે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ જયંતિ રવિ અને કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. ત્યારે લલિત કગથરા અને લલિત વસોયાએ રાજકોટમાં વધી રહેલા કેસને લઈને અને ગ્રામ્ય વિસ્તારમાં સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રજૂઆત કરી હતી. કગથરા અને વસોયાએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર સબ સલામતનો દાવો કરે છે તો મોતનો આંક શું કામ વધે છે. ખાનગી હોસ્પિટલમાં મૃત્યુઆંક ઓછો આવે છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંક ખૂબ જ ઉંચો આવે છે. તો શું યોગ્ય સારવારનો અભાવ છે?

મારા મત વિસ્તારમાં 950થી વધુ કેસ છે: વસોયા
રાજકોટમાં વધતા જતા કોરોના કેસને લઈને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા વહીવટી તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા હતા. 4 તાલુકા વચ્ચે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા માટે સરકારને રજૂઆત કરી હતી. લલિત વસોયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જયંતિ રવિ છેલ્લા 5 દિવસથી રાજકોટમાં છે. તેમ છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. રાજકોટમાં જે રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. તેની સામે સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પૂરતી નથી. મારા મત વિસ્તારમાં 950થી વધુ કેસ છે. પરંતુ મોટાભાગના લોકોને ઘરે રાખીને સારવાર આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હોય તેઓ તપાસ કરી દવા આપી જાય છે.

સિવિલમાં સારવારનો અભાવ: કગથરા
લલિત કગથરાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે લોકડાઉનના નામે દેશની કમર તોડી નાખી, સી.આર.પાટીલની રેલી પછી વિસ્ફોટ થયો હોય તે સાબિત થાય છે. મારે એટલું જ કહેવું છે કે સિવિલ હોસ્પિટલની સુવિધા સુધારો, કારણ કે ગરીબ વર્ગ આમાં મરી રહ્યો છે. અમે આંકડામાં પડવા માંગતા નથી. વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજકોટમાં દિવસેને દિવસે મોતનો આંક વધી રહ્યો છે. ખાનગીમાં મોત કેમ ઓછા થાય છે. ખાનગીમાં સારવાર સારી મળે છે. જ્યારે સિવિલમાં સારવારનો અભાવ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here