ધન્ય છે આ જનેતાને / ૬ મહિનાની કોમળ દીકરી હોવા છતા ફરજ પર ખડે પગે PSI ચાર્મીબેન

0
907

૬ મહિના પહેલા પુત્રી વૃંદાને જન્મ આપ્યો, બાળકી હજુ આંખ ઉઘાડે ત્યાંતો માં ફરજ પર જતી રહી

રાજકોટ: સમગ્ર ભારતના કોરોનાની મહામારીએ ભારે પ્રલય મચાવ્યો છે ત્યારે મેડીકલ, પોલીસ તથા અનેક આવશ્યક વિભાગો ખડે પગે કાર્યરત છે.આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આવાજ એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરનાં માતૃત્વ અને બહાદુરીથી છલોછલ એક કહાની વિષે વાત કરવી છે.

બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં મહિલા PSI ચાર્મીબેન પરસાણીયા (કરકર) ફરજ બજાવે છે. તેમનાં આંગણે ૬ મહિના પૂર્વે લક્ષ્મી અવતર્યા હજુ તો અંગને પધારેલ વૃંદા નામની દીકરીની નામકરણ સહિતની વિધિ પૂરી થાય અને દીકરી પરિવારને સારી રીતે જાણી શકે તે પહેલા સમગ્ર ભારતમાં કોરોના નામક ભયાનક વાયરસે પ્રલય ફેલાવ્યો.જેથી વડાપ્રધાન દ્વારા સમગ્ર ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. તેથી વાયરસની ગંભીરતાને ધ્યાને લેતા ગુજરાતમાં પણ દરેક જીલ્લામાં લોકડાઉનનો અમલ કરાવવો અનિવાર્ય બન્યો.

૬ મહિનાની માતાની પુત્રી હોવા છતા ગુજરાત પોલીસનાં મહિલા PSIએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની જવાબદારીને પોતાનું કર્તવ્ય સમજીને ફરજ પર હાજર થયા હતા.

જેમની ઘરે હજી ફુલ જેવી કોમળ દીકરી ને જન્મ આપ્યો એને હજી છ(૬) મહીના પૂરા થયા છે ને વિશ્વ મા ચાલતી ભયાનક કોરોના વાયરસ ની મહા મારી મા જ્યારે ભારત સંપૂર્ણ પણે લોક ડાઉન છે ત્યારે પોલીસ માં ફરજ બજાવતા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ચાર્મીબેન પરસાણીયા (કરકર) એના ઘર પરીવાર ની ચીન્તા કર્યા વગર તેમની ફરજ તેમજ તેમની જવાબદારી ઉત્કૃષ્ટ રીતે નિભાવી રહ્યા છે. ધન્ય છે આવી જનેતા ને !!!