રાજકોટ સિવિલમાં 4 રોબોટ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવશે, દર્દીને ખોરાક-દવા આપવાનું અને તાવ માપવાનું કામ કરશે

0
272

સ્ટાફને પ્રાથમિક કામોમાં ખૂબ જ મદદ મળી રહેશે

  • ગુજરાત CRC ઓથોરિટી અંતર્ગત રોબોટની સુવિધા મળી

રાજકોટ સિવિલના કોવિડ સેન્ટરમાં હવેથી રોબોટ નર્સ પણ પોતાની સેવા આવશે. રાજકોટની સિવિલ હોસ્પિટલને 4 રોબોટ નર્સ આપવામાં આવ્યાં છે. રોબોટ નર્સ દર્દીઓને ભોજન પીરસશે, દવા આપશે અને સ્ક્રીનિંગ કરવા સહિતના પ્રાથમિક કામો કરશે. સિવિલ હોસ્પિટલમાં 4 રોબોટ નર્સની સુવિધા ગુજરાત સરકારની CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ઓથોરિટી દ્વારા પુરી પાડવામાં આવી છે.

‘સોના’ નામના 2 રોબોટ સવિલના કામમાં આવશે
4 રોબોટ નર્સના આવવાથી તબીબો અને નર્સિંગ સ્ટાફને પ્રાથમિક કામોમાં ખૂબ જ મદદ મળી રહેશે. જે 4 રોબોટ નર્સ સિવિલ કોવિડ સેન્ટરને ફાળવવામાં આવ્યા છે. તેમાં 2 રોબોટ સોના-2.5 અને સોના 1.5 ખોરાક, દવા આપવા સહિતની કામગીરી સંભાળશે. તેમજ અન્ય બે રોબોટ નર્સના નામ કોવિડ-19 સ્ક્રીનિંગ મોડ્યુલ ઈન્ટિગ્રેશન છે. જેનું કામ ચેપ પકડવાનું છે. એટલે કે આ બે રોબોટ દર્દીનું સ્ક્રીનિંગ કરશે, તાપમાન માપવા સહિતની આરોગ્યને લગતી પ્રાથમિક કામગીરી કરશે.

કોવિડના સ્ટાફને કામના ભારણમાં ઘણી રાહત મળી શકશેઃ કલેક્ટર
કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે રોબોટ નર્સના આગમનથી કોવિડના સ્ટાફને કામના ભારણથી ઘણી રાહત મળી શકશે. પ્રથમ વખત આવી સુવિધા રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરને મળી છે. મહત્વનું છે કે આવતીકાલે બપોર બાદ રોબોટ કાર્યરત કરવામાં આવશે. સવારથી બપોર સુધી સિવિલ હોસ્પિટલના કર્મીઓને રોબોટ સંચાલિત કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે.

રાજકોટમાં પ્રથમવાર રોબોટ નર્સ આવશે
રાજકોટમાં પહેલીવાર સિવિલ હોસ્પિટલમાં રોબોટ નર્સ આવશે. ખાનગી કંપની દ્વારા સંચાલિત રોબોટ નર્સનો પ્રયોગ કરવામાં આવશે. L&T કંપની દ્વારા રોબોટ નર્સ બનાવવામાં આવી છે. ગુજરાત CSR ઓથોરિટી દેખરેખ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here