કોવિડ-૧૯ અપડેટ પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૯ કેસ નોંધાયા,

0
105

૩૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૨૭ થઈ

કુલ કેસનો આંક ૧૬૧૦ થયો,
કુલ ૧૨૦૨ વ્યક્તિઓએ કોરોનાને માત આપી

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૯ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૬૧૦એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૮ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૧ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૬, હાલોલમાંથી ૧૧ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૨૬૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૪, હાલોલ ગ્રામ્યમાંથી ૪, કાલોલમાંથી ૨ અને ઘોઘમ્બામાંથી ૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૩૪૩ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૩૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૨૦૨ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૨૭ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here