ગોંડલ નકાણીનગરમાં નાના બાળકોની રમતમાં મોટેરાઓ ઝઘડી પડ્યા

0
103

ગોંડલ શહેરના મોવિયા રોડ પર આવેલ નકાણી નગરમાં રહેતા નસીમબેન ગુલાબશા શાહમદાર અને તેના પુત્રવધૂ સલમાબેનને પાડોશમાં રહેતા કિસ્મતબેન ગુલાબભાઈ ઘાંચીએ ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કરતાં ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ipc કલમ 324 504 506 જી.પી.એકટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મારામારી થવા અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પરિવારના નાના બાળકો સાથે રમી રહ્યા હોય જેમાં બાળકો વચ્ચે ધક્કામુક્કી થતા મોટેરાઓ ઝઘડી પડયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here