કેમ કોઈ અમારી મદદ નથી કરતુ ? : આગ્રામાં ફસાયેલ બગસરાનાં પરિવારની હૈયાવેદનાં

  0
  594

  એક પરિવાર ધંધાર્થે ગયુ’તુ તો બીજો પરિવાર યુ.પી. ફરવા ગયેલા : ગુજરાત પરત આવવા બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાનો પત્ર પણ છે પરંતુ..: પરત લાવવા વિજયભાઇ સમક્ષ આજીજી

  રાજકોટઃ તા.૧૪: લોકડાઉનનો આજે અંતિમ દિવસ હતો, પરંતુ ગંભીરતાને ધ્યાને લઇ અને વધુને વધુ કેસો નોંધાઇ રહયા હોય કેન્દ્ર સરકાર  દ્વારા યોગ્ય નિર્ણય લઇ અને ૩ મે સુધી લોકડાઉન લંબાવાયું છે. ત્યારે બગસરાના બે પરિવારો ઉત્તર પ્રદેશમાં ફસાઇ ગયા છે. છેલ્લા એક મહિનાથી ફસાયેલા આ પરિવાર ગુજરાત સમક્ષ માંગણી કરી છે.

  આ અંગેની મળતી વિગતો મુજબ અમરેલી જીલ્લાના બગસરા ગામની બાજુમાં આવેલ શાપર ગામના વતની એવા ચિરાગ વેકરીયા કે જે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હોય કામ અર્થે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના દાદરી ગામે ગયા હતા. ત્યારબાદ તેમના ભાઈ ભાભી અને ભત્રીજો પણ ત્યાં પહોચ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન જ લોકડાઉન જાહેર કરવામાં આવતા એકાદ મહિનાથી આ પરિવાર ત્યાં ફસાયેલા છે.

  ચિરાગભાઇએ જણાવેલ કે બગસરાનો જ બીજો પરિવાર જે યુ.પી. ફરવા ગયા હતા જયાં ફસાઇ ગયા છે. તેઓ કહે છે કે બંને પરિવારની તબીયત સારી છે. ગુજરાત પરત આવવા બગસરા-ધારીના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ મંજુરી પત્ર પણ આપેલ છે આમ છતાં યુ.પી.ની બહાર નીકળવાની મંજુરી આપવામાં આવતી નથી.

  ધારી-બગસરાનાં ધારાસભ્ય જે.વી. કાકડિયાનો પત્ર

  આ બંને પરિવારોને ગુજરાત સરકાર સહયોગ આપી અને પરત લાવવા માંગણી કરાઇ છે સંપર્ક ચેતન વેકરીયા મો. ૯૯૫૩૦ ૩૩૦૫૧

  નોઇડામાં ફસાયેલ પરિવારોના નામ

  •  કુમન ભીમજીભાઇ સાટસીયા
  •  ચિરાગ દિનેશભાઇ વેકરીયા
  •  રાજેશ વશરામભાઇ કાનાણી
  •  સોનલબેન રાજેશભાઇ કાનાણી
  •  પ્રિશા રાજેશભાઇ કાનાણી

  આગ્રામાં ફસાયેલ પરિવારોના નામ

  •  જેન્તીભાઇ અરજણભાઇ ભેસાણીયા
  •  રંજનબેન જેન્તીભાઇ પટેલ
  •  મોનીકાબેન ભેસાણીયા
  •  વિવેક જેન્તીભાઇ ભેસાણીયા
  •   ધ્રુવી જેન્તીભાઇ ભેસાણીયા

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here