બાગાયત ખાતા દ્વારા ફળ-ફુલ, શાકભાજી પાકોનું છુટક વેચાણ કરતા વિક્રેતાઓએ સાધન સહાય મેળવવા માટે અરજી કરવી

0
258

ગીર સોમનાથ જિલ્લામાં વસતા બાબગાયતકારો અને બાગાયત અને ફળફુલ શાકભાજીનાં પાકોનું રોડ સાઇડવેચાણ પાથરણાં કે લારીથી કરતા વિક્રેતાઓને સાધન સહાય મેળવવા માટે બાગાયત ખાતા દ્વારા આઈ ખેડુત પોર્ટલ તા. ૧૫-૯-૨૦૨૦ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક બાગાયતકારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારાઈસ્યુ કરાયેલ નાશવંત કૃષિ પેદાશોનું છુટકમાં વહેચાણ કરતા હોવાનું ઓળખકાર્ડ જમા કરાવવુ ફરજીયાત છે. તથા ગ્રામકક્ષાએ જે તે સેજા હેઠળનાં ગ્રામસેવક દ્વારા ગામમાં/ગામની સીમમાં /ગામની નજીકનાં રોડ સાઇડ ઉપર શાકભાજીનું છુટક વેચાણ પાથરણાં /લારીથી કરે છે તેની ખરાઇ અંગેનો દાખલો રજુ કરવો જરૂરી છે.તો ગિર સોમનાથ જિલ્લાનાં બાગાયતકારો આ માહિતીથી અવગત થઇ અને ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ મેળવી શકે તે હેતુએ નાયબ બાગાયત નિયામકશ્રી ગિર સોમનાથ દ્વારા લાભ લેવા ઈચ્છુકોને www.ikhedut.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. તેમ યાદીમાં જણાવાયુ છે.

અહેવાલ:- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ